બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / property registry papers lost know how to get duplicate document

તમારા કામનું / ઘર કે જમીનના દસ્તાવેજ ખોવાઈ તો તરત જ કરવું પડશે આ કામ, અહીં બનાવી શકો છો ડુપ્લિકેટ પેપર

Arohi

Last Updated: 02:45 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Property Registry Papers Lost: Property Registry Documentએ વાતનો પુરાવો છે કે તે પ્રોપર્ટી તમારી છે. ભુલથી પ્રોપર્ટીના કાગળ જો ખોવાઈ જાય કે કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે.

  • ઘર કે પ્રોપર્ટીના દસ્તાવેજ ખોવાય તો શું કરશો? 
  • ડોક્યુમેન્ટ ગુમ થવા પર કરો આ કામ 
  • આ રીતે બનાવી શકો છો ડુપ્લિકેટ પેપર 

પ્રોપર્ટીના કાગળ એ વાતનો પુરાવો છે કે તે પ્રોપર્ટી તમારી છે. ભુલથી પ્રોપર્ટીના કાગળ જો ખોવાઈ જાય કે કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તમારી સાથે ફ્રોડ પણ થઈ શકે છે. માટે જેવા કાગળ ગુમ થવાની જાણકારી મળે તો બેદરકારી કર્યા વગર જરૂરી પગલા ભરવા જોઈએ. 

જો તમારા પણ પ્રોપર્ટીના કાગળ ગુમ થઈ ગયા છે તો સૌથી પહેલા બે કામ કરવા જોઈએ. પહેલુ- કાગળની યોગ્ય રીતે તપાસ કરો. તેના માટે પોલીસની મદદ લઈ શકો છો. છાપામાં જાહેરાત આપી શકો છો. તેના બાદ પણ પેપર ન મળે તો ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ લેવાનું કામ કરી શકો છો. આવો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા. 

FIR નોંધાવો 
જો પ્રોપર્ટી રજીસ્ટ્રીના ઓરિજનલ કાગળ ગુમ થઈ ગયા છે તો સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર કરવો. પોલીસ તમારા કાગળ શોધવાનો પ્રયત્ન કરશે. જો નક્કી સમયની અંદર પ્રોપર્ટીના કાગળ ન મળે તો પોલીસ નોન-ટ્રેસેબલ સર્ટિફિકેટ જાહેર કરી કરશે. 

આ સર્ટિફિરેટમાં લખેલું હશે કે પોલીસે કાગળ શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ ડોક્યુમેન્ટ ન મળ્યા. FIRની એક કોપી પતાની પાસે રાખો. બીજી રજીસ્ટ્રાર ઓફિસમાં જમા કરાવી દો. ત્યાર બાદ સબ-રજીસ્ટ્રારને જણાવો કે તમારા ઓરીજનલ કાગળ ગુમ થઈ ગયા છે અને તમે FIR કરાવી છે. 

છાપામાં જાહેરાત 
પ્રોપર્ટી કાગળ શોધવા માટે છાપામાં જાહેરાત પણ આપવી જોઈએ. ઓછામાં ઓછા બે છાપા- એક ઈંગ્લિશ અને એક સ્થાનીક ભાષાના છાપામાં જાહેરાત આપવી પડશે. જાહેરાતમાં લખેલુ હશે કે આ પ્રોપર્ટીના કાગળ ખોવાઈ ગયા છે અને તે પ્રોપર્ટી પર તમારી માલિકી છે. 

જો કોઈને આ પ્રોપર્ટીના દસ્તાવેજ મળે છે તો મારી પાસે મુકી જાય. જો કોઈ આ પ્રોપર્ટી પર પોતાનો દાવો કરવા માંગે છે તો જાહેરાત છાપવાના બે દિવસની અંદર દાવો રજૂ કરી શકે છે. 15 દિવસ પસાર થવા બાદ રજીસ્ટ્રાર કે સબ-રજીસ્ટ્રાર ઓફિસમાં ડુપ્લિકેટ સર્ટિફિકેટ માટે અજી કરી શકાય છે. 

સ્ટેમ્પ પેપર પર અંન્ડરટેકિંગ
ડુપ્લિકેટ પેપર માટે સ્ટેમ્પ પેપર પર નોટરી વાળા પ્રોપર્ટી એર્ડરટેકિંગની જરૂર પડશે. આ અંડરટેકિંગમાં પ્રોપર્ટીની ડિટેલ, ગુમ થયેલા કાગળની જાણકારી, FIRની જાણકારી અને કાગળ ગુમ થવાને લઈને છાપામાં આપેલી જાહેરાતની બધુ જ હશે. 

નોટરી પર સાઈન કરનાર અધિકારી એ ગેરેન્ટી આપે છે કે કાગળમાં આપવામાં આવેલી જાણકારી સાચી છે. અંડરટેકિંગ મળતાની સાથે જ રજીસ્ટર કરાવી લો. તમારી પ્રોપર્ટી જે રજીસ્ટ્રાર ઓફિસમાં રજીસ્ટર હતી તેજ ઓફિસમાં અંડરટેકિંગ જમા કરી દો.

ડુપ્લિકેટ પેપર બનાવો 
અંડરટેકિંગ જમા કર્યા બાદ તમે રજીસ્ટ્રાર ઓફિસમાં ડુપ્લિકેટ પેપર માટે અરજી આપી શકો છો. તાના માટે પણ તમારે FIRની કોપી, છાપા વાળી નોટિસ અને નોટરી વાળું અંડરટેકિંગ જમા કરવાનું રહેશે. આ કામ માટે પ્રોસેસિંગ ફીસના નામ પર અમુક ચાર્જ આપવા પડી શકે છે. 

સબ રજીસ્ટ્રાર ઓફિસ તમારા દસ્તાવેજોની તપાસ કરશે. ડોક્યુમેન્ટ વેરિફાઈ થતા જ તમારી એપ્લિકેશન મંજૂર થઈ જશે. પ્રક્રિયા પુરી થતા જ 15થી 20 દિવસની અંદર તમને પ્રોપર્ટીનું ડુપ્લિકેટ પેપર મળી જશે. 

બેંકથી પેપર ગુમ થઈ જાય ત્યારે? 
જો બેંકની ભુલથી તમારા પ્રોપર્ટીના પેપર ગુમ થઈ જાય છે તો આવી સ્થિતિમાં પ્રોપર્ટીના કાગળ પરત અપાવવાની સંપૂર્ણ જવાબદારી બેંકની હોય છે. બેંક કાગળ પરત લાવવામાં તમારી મદદ કરવાની સાથે જ જે ખર્ચ આવશે તેની પણ ભરપાઈ કરશે. આ સંબંધમાં RBI એક પેનલના સુઝાવને અમલમાં લેવા પર પણ વિચાર કરી રહી છે. આ નિયમ કહે છે કે જો બેંકો ગ્રાહકની પ્રોપર્ટીના પેપર ગુમાવી ગે તો તેના બદલે તેમને ગ્રાહકોને દંડ આપવાનો રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ