બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Promotion of 40 senior civil judges of Gujarat canceled, High Court announced list on order of Supreme Court

BIG NEWS / ગુજરાતના 40 સિનિયર સિવિલ જજના પ્રમોશન રદ, સુપ્રીમકોર્ટના આદેશ પર હાઈકોર્ટે લીસ્ટ જાહેર કર્યુ, થઇ હતી રીટ પીટિશન

Priyakant

Last Updated: 04:08 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stop Promotion Of Judges News: સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધા બાદ હવે સુપ્રીમકોર્ટના આદેશ પર હાઈકોર્ટે લીસ્ટ જાહેર કર્યું

  • સુપ્રીમકોર્ટના આદેશ પર હાઈકોર્ટે લીસ્ટ જારી કર્યુ
  • 40 જજની જૂની પોઝિશન યથાવત્ રહેશે
  • જજના પ્રમોશનને લઈને સુપ્રીમકોર્ટમાં થઈ હતી રીટ પીટિશન

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમકોર્ટના આદેશ પર હાઈકોર્ટે લીસ્ટ જાહેર કર્યું છે. જેને લઈ હવે 40 જજની જૂની પોઝિશન યથાવત રહેશે. મહત્વનું છે કે, આ અગાઉ સુપ્રીમ કોર્ટે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી હતી. 

સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે 12 મે ના રોજ  ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે. કોર્ટના આદેશને બાકી રાખીને મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવ્યા હતા. જસ્ટિસ એમ.આર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે આ નિર્ણય આપ્યો હતો. ન્યાયિક અધિકારીઓની બઢતી માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલી ભલામણનો અમલ કરવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિણામલક્ષી નોટિફિકેશનને બેન્ચે સ્ટે આપ્યો હતો. 


સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એમ.આર.શાહે આદેશમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પિટિશન પેન્ડન્સી દરમિયાન નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને ત્યાર બાદ કોર્ટે નોટિસ જાહેરકરી હતી. અમે હાઈકોર્ટ અને સરકારના નોટિફિકેશન પર રોક લગાવીએ છીએ. સંબંધિત બઢતી તેના મૂળ પોસ્ટ પર મોકલવામાં આવે છે. 

બેન્ચે તેના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે, હાલનો સ્ટે ઓર્ડર એવા પ્રમોટને લાગુ પડશે જેમના નામ મેરિટ લિસ્ટમાં પ્રથમ 68 ઉમેદવારોમાં નથ  જસ્ટિસ શાહે કહ્યું કે, મેરીટ-કમ-વરિષ્ઠતાના સિદ્ધાંત પર અને યોગ્યતા કસોટીમાં પાસ થવા પર પ્રમોશન થવું જોઈએ. હાઈકોર્ટની ભલામણો અને સરકારની ત્યારબાદની સૂચના ગેરકાયદેસર છે.

મહત્વનું છે કે, ખંડપીઠે આખરે અરજીનો નિકાલ કર્યો નથી અને માત્ર પ્રમોશન પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો છે. ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે, સીજેઆઈ દ્વારા સોંપવામાં આવતા આ બાબતની સુનાવણી યોગ્ય બેંચ દ્વારા કરવામાં આવે, કારણ કે જસ્ટિસ શાહ 15 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

જાણો શું હતો સમગ્ર મામલો ? 
સુપ્રીમકોર્ટે ગુજરાતની જિલ્લા અદાલતોમાં 68 જજોની બઢતી પર સ્ટે મૂકેલ જજોમાં એ જજ પણ સામેલ હતા જેમણે રાહુલ ગાંધીના માનહાનિના કેસમાં સુનાવણી કરી હતી અને તેમને દોષિત ઠેરવતાં બે વર્ષની સજા કરી હતી. ગુજરાત સરકારના જ બે ન્યાયિક અધિકારીઓએ 65 ટકા પ્રમોશનના ક્વૉટા હેઠળ 68 જજોના પ્રમોશનને પડકાર્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 8 ઓગસ્ટે કરવામાં આવશે. જેના પર ફાઈનલ સુનાવણી સીજેઆઈ કરશે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સી.ટી.રવિકુમારની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. 

બઢતીને કોણે પડકારી હતી? 
સુપ્રીમકોર્ટમાં જે અધિકારીઓએ આ અરજી દાખલ કરી હતી તેમનું નામ રવિ કુમાર મહેતા અને સચિન પ્રજાપતરાય મહેતા છે. બંને સિનિયર સિવિલ જજ કેડરના અધિકારી છે અને ખુદ 65 ટકા ક્વૉટા માટે યોજાયેલી પરીક્ષામાં સામેલ પણ હતા. ગુજરાત સરકારના લીગલ ડિપાર્ટમેન્ટમાં અંડર સેક્રેટરી રવિ કુમાર મહેતાને 200 માર્ક્સની પરીક્ષામાં 135.5  માર્ક્સ મળ્યા હતા. જ્યારે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિઝ ઓથોરિટીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર સચિન પ્રતાપ રાય મહેતાએ 148.5 માર્ક્સ મેળવ્યા હતા. બંને જજોને આરોપ મૂક્યો હતો કે પરીક્ષામાં તેમનાથી ઓછા માર્ક્સ લાવનારા જજોને જિલ્લા જજની કેડરમાં પસંદ કરી લેવાયા હતા. જોકે વધુ માર્ક્સ મેળવનારા અનેક ઉમેદવારોને રિજેક્ટ કરી દેવાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ