બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / priyanka kareena had relationship with shahid kapoor actresses with common exboyfriend

બોલિવુડ / પ્રિયંકા-કરીના એક જ સ્ટારને કરતી હતી ડેટ? પછી થયું બ્રેકઅપ, આ સવાલમાં બંનેએ એવો જવાબ આપ્યો કે સૌ કોઈ ચકિત

Bijal Vyas

Last Updated: 10:09 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડની ગોસિપ માટે જાણીતો કોફી વિથ કરણ સિઝન 6નો એક એપિસોડ ફરી એકવખત ચર્ચામાં આવ્યો છે. ચર્ચામાં આવવનું કારણ હોસ્ટ નહીં પણ આવેલ ગેસ્ટ છે...જાણો શું છે મામલો?

  • પ્રિયંકા અને કરીના જોવા મળ્યા હતા એક સાથે 
  • એક્સ બોયફ્રેન્ડ વિશે કહી આ વાત 
  • શાહિદને પણ કરીના અને પ્રિયંકા વિશે કર્યો હતો સવાલ 

બોલિવુડનો જાણીતો પ્રોડ્યુસ અને ડાયરેક્ટર કરણ જોહર તેની ફિલ્મો સિવાય તેના ચેટ શો 'કોફી વિથ કરણ'ના કારણે પણ ચર્ચામાં રહે છે, કારણ કે તેના ચેટ શોમાં ફિલ્મી દુનિયાના મોટા સ્ટાર્સ પોતાના જીવનના નાના-મોટા ખુલાસા કરતા ખચકાતા નથી. ચેટ શોમાં, સ્ટાર્સ તેમની બેબાક અંદાજના કારણે ઘણી વખત વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. જો કે, જ્યારે કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા શોની સીઝન 6 માં ગેસ્ટ તરીકે પહોંચ્યા ત્યારે કરણ જોહરે તેમની લવ લાઈફને લઇ ઘણા રસપ્રદ પ્રશ્ન પૂછ્યા હતા. 

કરીના કપૂરે શાહિદ કપૂર સાથે બ્રેકઅપ પર વર્ષો બાદ તૌડ્યું મૌન, જણાવ્યું શું  થયું હતું | kareena kapoor reaction on breakup with shahid kapoor  relationship with saif ali khan

હકીકતમાં એક સમયે કરીના અને પ્રિયંકા એક્ટર શાહિદ કપૂરને ડેટ કરી રહ્યા હતા. તે ખાસ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરણ જોહર બંનેને કહેતો જોવા મળી રહ્યો છે, 'તમારા બંનેનો એક જ એક્સ બોયફ્રેન્ડ હતો અને આ વાત તમારા બંને વચ્ચે કોમન છે.' પ્રિયંકા ચોપરાએ કટાક્ષમાં જવાબ આપતા કહે છે, 'આ અમારી વચ્ચે સમાન છે, પરંતુ તે વિવાદનું કારણ નથી બન્યું.' પ્રિયંકાની બાજુમાં બેઠેલી કરીનાએ તેની વાતના સમર્થન આપતા હામી ભરી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @_time_pass.com_


કરણ જોહર સવાલના રીતે જ કહીએ તો કરીના કપૂર શાહિદ કપૂર સાથે 5 વર્ષથી રિલેશનશિપમાં હતી, જ્યારે પ્રિયંકા સાથે તેનું અફેર 2 વર્ષ ચાલ્યું હતું. 'કોફી વિથ કરણ' 6ના એપિસોડમાં શાહિદ કપૂરે પણ કરણ જોહરના સવાલોનો સામનો કરી ચુક્યો છે. કરણે શાહિદને પૂછ્યું હતું કે,  જો તમને એવી શક્તિ મળે કે તમે તમારી ભૂતપૂર્વ પ્રેમિકાઓ સાથેની તમારી યાદોને ભૂલી શકો, તો તમે પ્રિયંકા-કરીનામાંથી કયું ભૂંસી નાખશો?

Shahid Kapoor discusses his ex-girlfriend with Mira Rajput on BFFs with  vogue show

શાહિદ કપૂરે  જવાબમાં કહ્યું કે તે બંનેમાંથી કોઈની યાદોને ભૂંસી નાખવાનું પસંદ કરશે નહીં, કારણ કે તેને લાગે છે કે આજે તેઓ જે કંઈ પણ છે, તે યાદો અને સંબંધોની પણ તેના જીવનમાં ભૂમિકા છે. એ અનુભવોએ તેને જીવનમાં ઘણું શીખવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કરીના સાથે શાહિદનો સંબંધ લાંબો હતો, જ્યારે પ્રિયંકા સાથે ઓછા સમય પૂરતો જ સંબંધ રહ્યો હતો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો  40 વર્ષીય પ્રિયંકા ચોપરા તેની વેબ સિરીઝ 'સિટાડેલ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે, 42 વર્ષીય કરીના કપૂર તેના આગામી પ્રોજેક્ટ 'ધ ક્રૂ'માં વ્યસ્ત છે. બીજી તરફ, કરણ જોહર તેની આગામી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે જે 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ