બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Priyanka Gandhi performed in Dangal for the pioneers, 2 FIRs also filed against Brijbhushan Singh

કુસ્તીબાજોનો વિરોધ / પહેલવાનોની મહેનત રંગ લાવી: હવે દંગલમાં ઉતરી પ્રિયંકા ગાંધી, બૃજભૂષણસિંહ વિરૂદ્ધ પણ 2 FIR દાખલ

Priyakant

Last Updated: 11:30 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest News: પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બૃજભૂષણસિંહ વિરુદ્ધ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં 2 FIR નોંધવામાં આવી, પોલીસે બંને કેસની તપાસ શરૂ કરી

  • રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળ આજે પણ ચાલુ
  • બૃજભૂષણસિંહવિરુદ્ધ જાતીય સતામણીના આરોપો પર બે FIR
  • બંને FIR કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી
  • કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આજે સવારે જંતર-મંતર પહોંચ્યા

રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે દેશના કુસ્તીબાજોની હડતાળ આજે પણ ચાલુ છે. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, બૃજભૂષણસિંહ ફરિયાદ નોંધાઈ છે. વાત જાણે એમ છે કે, દિલ્હી પોલીસ અધિકારીઓએ શુક્રવારે પુષ્ટિ કરી કે, પૂર્વ WFI પ્રમુખ બૃજભૂષણસિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો પર બે FIR નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને FIR કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.

શું છે ફરિયાદમાં ? 
પ્રથમ એફઆઈઆર સગીર પીડિતા દ્વારા કરવામાં આવેલા આરોપોથી સંબંધિત છે જે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ છે. દિલ્હી પોલીસે કહ્યું કે, બીજી એફઆઈઆર અન્ય મહિલા રેસલરની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. હાલ દિલ્હી પોલીસે બંને કેસની તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીના જંતર-મંતર પર મહિલા રેસલરો સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ વિરોધ કરી રહ્યા છે.

હડતાળ આજે પણ ચાલુ
રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે દેશના કુસ્તીબાજોની હડતાળ આજે પણ ચાલુ છે. કુસ્તીબાજોની માંગ છે કે, જ્યાં સુધી રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બૃજભૂષણસિંહની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાળ સમાપ્ત નહીં થાય. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આજે સવારે જંતર-મંતર પહોંચ્યા હતા. 

કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી પહોંચ્યા જંતરમંતર
પ્રિયંકા ગાંધીએ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને અન્ય મહિલા કુસ્તીબાજો સાથે વાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડા પણ હાજર હતા. બેઠક બાદ પ્રિયંકા ગાંધીએ પણ કુસ્તીબાજોની માંગને સમર્થન આપ્યું છે. તેમણે માંગ કરી છે કે, પહેલા બૃજભૂષણસિંહને પદ પરથી હટાવવામાં આવે કારણ કે તેઓ તપાસને પ્રભાવિત કરી શકે છે.

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જ્યારે આ ખેલાડીઓ મેડલ જીતીને આવે છે, ત્યારે દરેક ટ્વિટ કરે છે, તેમના વખાણ કરે છે, પીએમ તેમને તેમના ઘરે ચા માટે આમંત્રણ આપે છે, પરંતુ આજે જ્યારે તેઓ ફરિયાદ કરી રહ્યા છે, તેઓ આવા ગંભીર આરોપો લગાવી રહ્યા છે, ત્યારે પીએમ પણ બોલતા નથી.

સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ નોંધાઈ FIR
મહિલા રેસલર્સની ફરિયાદ અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બૃજભૂષણસિંહ વિરુદ્ધ બંને FIR નોંધવામાં આવી છે. પ્રથમ FIR એક સગીર કુસ્તીબાજની ફરિયાદ પર નોંધવામાં આવી છે, જેમાં POCSO એક્ટ પણ લગાવવામાં આવ્યો છે, જ્યારે બીજી FIR 6 મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધવામાં આવી છે.

બૃજભૂષણસિંહ સામે એફઆઈઆર નોંધાયા બાદ કુસ્તીબાજોએ તેને ન્યાયની લડાઈમાં પહેલી જીત ગણાવી છે, પરંતુ કુસ્તીબાજોએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની હડતાળ ચાલુ રહેશે. તેમની માંગ છે કે બૃજભૂષણસિંહને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પદેથી તાત્કાલિક હટાવવા જોઈએ.

શું કહ્યું બૃજભૂષણ સિંહે ?
જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા કુસ્તી સંગઠનના વડા બૃજભૂષણસિંહ હાલમાં ગોંડામાં છે. આજે જ્યારે પત્રકારોએ તેમને એફઆઈઆર વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, તેમને હજુ સુધી એફઆઈઆરની કોપી મળી નથી. તેઓ જ્યારે મળશે ત્યારે આ અંગે વાત કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ