બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / prithvi shaw sapna gill case brawl cctv video from mumbai pub viral

Prithvi Shaw-Sapna Gill / પૃથ્વી શૉ અને સપના ગિલ વચ્ચે ઝઘડાના દિવસે શું થયું હતું? સામે આવ્યો સિક્રેટ વીડિયો

Bijal Vyas

Last Updated: 09:57 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરીમાં મુંબઈની એક હોટલની બહાર પૃથ્વી શૉ અને સપના ગિલ વચ્ચે ઝઘડો થયો હતો. સપનાએ તેના પર બેઝબોલથી હુમલો કર્યાનો વીડિયો પણ વાયરલ થયો.

  • હોટલની બહાર પૃથ્વી શૉ પર બેઝબોલથી હુમલો પણ કરવામાં આવ્યો
  • પૃથ્વી શૉના મિત્રએ સપના ગિલ વિરુદ્ધ પોલીસ કેસ નોંધાવ્યો
  • પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતીય ક્રિકેટર વિરુદ્ધ સપના ગિલના તમામ આરોપોને ખોટા ગણાવ્યા

Prithvi shaw sapna gill case:ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને સપના ગિલ વચ્ચે ફેબ્રુઆરીમાં મુંબઈની એક હોટલમાં જે કંઈ થયું તેનો વીડિયો સામે આવ્યા છે. હોટલના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ આ મામલે ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું છે. હકીકતમાં, 15 ફેબ્રુઆરીએ મુંબઈની એક હોટલમાં સપના અને તેના મિત્ર શોભિત ઠાકુર સાથે પૃથ્વી શૉની લડાઈ થઈ હતી. મામલો એટલો વધી ગયો હતો કે હોટલની બહાર પૃથ્વી શૉ પર બેઝબોલથી હુમલો પણ કરવામાં આવ્યો હતો. તેની કારનો પીછો પણ કરવામાં આવ્યો હતો. પૃથ્વી શૉના મિત્રએ સપના ગિલ વિરુદ્ધ પોલીસ કેસ નોંધાવ્યો હતો.

આ પછી સપનાએ પૃથ્વી શૉ અને તેના મિત્રો પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. ત્યાર બાદ લગતો વીડિયો સામે આવ્યો છે, જ્યાંથી આ આખો મામલો શરૂ થયો. સપનાનો આરોપ છે કે પૃથ્વી શો અને તેના મિત્રોએ હોટલમાં તેની સાથે ગેરવર્તન કર્યુ. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પૃથ્વી શો પબમાં તેના મિત્રો સાથે હતો. તે જ સમયે એક વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો દેખાય છે.

દોસ્તએ પૃથ્વીને કર્યો અલગ
આ તે સમય હતો જ્યાંથી બધી બબાલ શરૂ થઇ. પૃથ્વી શૉએ સેલ્ફી લેનારને દૂર કર્યો. આ પછી બંને વચ્ચે ઉગ્ર બહેસ થઈ અને પછી પૃથ્વી શૉના મિત્રએ તેમને અલગ કરવાનો પ્રયાસ કર્યો. વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અલગ થવા છતાં બંનેને શાંત કરવા કેટલું મુશ્કેલ હતું. જોતજોતામાં વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ ગયું. અગાઉ સપના ગિલે આરોપ લગાવ્યો હતો કે શૉએ પબમાં તેની સાથે મારપીટ કરી હતી.

વીડિયો ફૂટેજ પરમિશન 
પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતીય ક્રિકેટર વિરુદ્ધ સપના ગિલના તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીએ પોતાનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો, રિપોર્ટ સબમિટ થયા બાદ ગિલના વકીલે કોર્ટ પાસે લડાઈના વીડિયો ફૂટેજ બતાવવાની પરવાનગી માંગી હતી. જેને સપના ગિલના મિત્રએ તેના ફોનમાં રેકોર્ડ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ