બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / prithvi shaw posts a story with Nidhi on valentine's day, deletes it later

વાયરલ / પૃથ્વી શૉએ વેલેન્ટાઇન્સ ડે પર આ મોડલ સાથે ફોટો શેર કરી કહ્યું Wifey! પછી ડિલીટ કરીને કાઢ્યો ગુસ્સો

Vaidehi

Last Updated: 06:03 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેલેન્ટાઈન્સ ડેનાં દિવસે પૃથ્વી શૉની એક ઈંસ્ટાગ્રામની સ્ટોરી ટ્વિટર પર વાયરલ થઈ રહી છે.

  • ભારતીય સ્ટાર ક્રિકેટર પૃથ્વી શૉ ચર્ચામાં
  • ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી સ્ટોરી
  • વેલેન્ટાઈન ડેનાં દિવસે ફોટો થયો વાયરલ

ભારતીય ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉની વેલેન્ટાઈન્સ ડેનાં દિવસની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જે હાલમાં સોશિયલ મીડિયા પર એક મોટો ચર્ચાનો વિષય બની ગયો છે. કેટલાક લોકોએ આ ઈંસ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ લઈને વાયરલ કર્યું છે. ફોટોનાં કેપ્શનમાં લખેલું છે કે 'હેપી વેલેન્ટાઈન્સ ડે માય વાઈફી..' પરંતુ પૃથ્વી શૉએ બીજી સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું કે આ પોસ્ટ 'એડિટેડ' છે.

ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી સ્ટોરી

શૉએ માહિતી આપી કે તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કોઈ ફોટો પોસ્ટ કરેલ નથી. તેમણે આગળ કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ફોટાને કોઈએ 'એડિટ' કરેલ છે. તેમણે પોતાના ફેન્સને આગ્રહ કર્યો કે 'સોશિયલ મીડિયા પર જે પણ ફેલાવવામાં આવે છે તેને નજરઅંદાજ કરવામાં આવે...'

પૃથ્વી શૉએ કર્યો ખુલાસો
એક અન્ય ઈંસ્ટાગ્રામની સ્ટોરીમાં શૉએ લખ્યું કે 'કોઈ મારા ફોટાને એડિટ કરી રહ્યું છે અને એવું દેખાડી રહ્યાં છે જે મેં પોતાની સ્ટોરી કે પેજ પર ક્યારેય પોસ્ટ કરેલ નથી. તેથી આ તમામ ટેગ્સ અને મેસેજને ઈગ્નોર કરશો.. આભાર.'

ફોટામાં ટેગ કરેલ હતી નીધિ તાપળિયા
નીધિ ઈંસ્ટાગ્રામ પર એક ઈન્ફ્લૂએન્સર છે અને સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. પૃથ્વી શૉનાં પેજ પર પોસ્ટ કરવામાં આવેલી સ્ટોરી પર નીધિ તાપળિયાને જ ટેગ કરવામાં આવી હતી. આજનાં આ દિવસે નીધિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર Self Love ની સ્ટોરી પોસ્ટ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ