બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Prime Minister Narendra Modi will inaugurate the newly constructed Parliament building today

અવસર / નવા સંસદ ભવનનું આજે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, બે તબક્કામાં કાર્યક્રમ, દિલ્હીની તમામ સરહદો સીલ, સજ્જડ સુરક્ષા

Dinesh

Last Updated: 07:31 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવનિર્મિત સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે પાટનગર નવી દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે અને તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે.

  • નવનિર્મિત સંસદ ભવનનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ઘાટન કરશે
  • સેંગોલના પ્રતિષ્ઠાપન વખતે તામિલનાડુના મઠના 20 પંડિતો હાજર રહેશે
  • 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ જેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી 


અમદાવાદ  રૂ. 1200 કરોડના તોતિંગ ખર્ચે નવનિર્મિત સંસદ ભવનનું વિરોધ પક્ષોના ઉગ્ર વિરોધ અને વિવાદ વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ ઉદ્ઘાટન કરશે. નવનિર્મિત સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે પાટનગર નવી દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું છે અને તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે સજ્જડ સુરક્ષા જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ઘાટન સમારોહ બે તબક્કામાં યોજાશે. સમારોહનો પ્રથમ તબક્કો સવારે 9.30 કલાકે સમાપ્ત થશે. ઉદ્ઘાટન સમારોહ સંસદની નજીક આવેલ ગાંધી પ્રતિમાની બાજુમાં ઊભા કરાયેલા પંડાલમાં મંત્રોચ્ચાર સાથે શરૂ થશે.

 it would have been good if 'Sengol' got due respect after Independence : PM

બે શોર્ટ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે
પૂજા બાદ ગણમાન્ય લોકો લોકસભા અને રાજ્યસભા સંકુલનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ તામિલનાડુના પૂજારી પ્રાચીન પરંપરા અનુસાર લોકસભા ગૃહમાં અધ્યક્ષની ખુરશી નજીક પવિત્ર સેંગોલ (રાજદંડ)ને પ્રસ્તાપિત કરશે. સેંગોલના પ્રતિષ્ઠાપન વખતે શંકરાચાર્ય સહિત તામિલનાડુના મઠના 20 પંડિતો હાજર રહેશે. આ પ્રસંગે નવા સંસદ ભવનમાં પ્રાર્થનાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ઉદ્ઘાટનનો બીજો તબક્કો રવિવારે બપોરે લોકસભા ગૃહમાં રાષ્ટ્રગીતનાં ગાન સાથે શરૂ થશે. ત્યારબાદ રાજ્યસભાના નાયબ અધ્યક્ષ હરિવંશ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના શુભેચ્છા અને અભિનંદન સંદેશાઓનું વાંચન કરશે. નવા સંસદ ભવનના નિર્માણ અને તેના મહત્ત્વને દર્શાવતી બે શોર્ટ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ સંબોધન કરશે.

PM Modi may inaugurate the luxurious and new Parliament building on May 26, know the features of this magnificent building

75નો સિક્કો અને સ્ટેમ્પ જારી કરશે 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે રૂપિયા 75નો સિક્કો અને સ્ટેમ્પ જારી કરશે અને ત્યારબાદ પોતાનું ઉદ્બોધન કરશે. અંતે લોકસભાના મહામંત્રી આભાર પ્રસ્તાવ રજૂ કરશે. નવા સંસદ ભવના ઉદ્ઘાટન સામે થયેલા વિરોધના કારણે દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ જેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 28 મેની સવારથી જ દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવશે. આવશ્યક વાહનો સિવાય અન્ય કોઈ પણ વાહનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

રતન ટાટાપણ હાજર રહેશે ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ચીફ આર્કિટેક્ટ બિમલ પટેલ અને ભવનનું નિર્માણ કરનારી કંપની ટાટાના માલિક અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટાને પણ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલાય જાણીતા ફિલ્મસ્ટાર્સ અને ખેલાડીઓ સહિત કેટલીક અગ્રણી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ