બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Preparations for Green Round of Girnar given final push

લીલી પરિક્રમા / ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, હાર્ટ એટેકની ઘટનાઓને ધ્યાને લેતા 25 મેડિકલ કેમ્પનું આયોજન

Priyakant

Last Updated: 12:16 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Girnar Lili Parikrama 2023 Latest News: ગિરનારની 40 કિમીની પરિક્રમાને લઇ 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ લોકોની સેવામાં જોડાશ, હાર્ટ એટેકની ઘટનાઓને લઇ 25 જેટલા મેડિકલ કેમ્પમાં MD ડોક્ટર પણ તૈનાત કરાવામાં આવનાર છે

  • 23 નવેમ્બરે કાર્તિક એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી લીલી પરિક્રમા
  • ગિરનારની લીલી પરિક્રમા માટે દેશભરથી લાખો યાત્રિકો આવશે ગિરનાર
  • જિલ્લાના વહીવટી અને પોલીસતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે
  • 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ લોકોની સેવામાં જોડાશે
  • 40 કિલોમીટરના રૂટ પર 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત

Girnar Lili Parikrama 2023 : ગિરનારની લીલી પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ વર્ષે 23 નવેમ્બરે કાર્તિક એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી લીલી પરિક્રમાનું આયોજન કરાયું છે. ગિરનારની લીલી પરિક્રમા માટે દેશભરથી લાખો યાત્રિકો ગિરનાર આવવાના છે. જેને લઇને જિલ્લાના વહીવટી અને પોલીસતંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લીલી પરિક્રમા દરમિયાન પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતાની સમસ્યા માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે.

200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થા
ગિરનારની 40 કિમીની પરિક્રમાને લઇ 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ લોકોની સેવામાં જોડાશે. આ તરફ હાર્ટએટેકની ઘટનાઓને લઇ 25 જેટલા મેડિકલ કેમ્પમાં MD ડોક્ટર પણ તૈનાત કરાવામાં આવનાર છે. 40 કિલોમીટરના રૂટ પર 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  મહત્વનું છે કે, આ વર્ષે સારા વરસાદને પગલે 15 લાખથી વધારે લોકો લીલી પરિક્રમામાં જોડાય તેવી શક્યતા છે. જેને લઇને ST વિભાગ તેમજ રેલવે વિભાગ દ્વારા યાત્રિકો માટે ખાસ સુવિધાઓ અને રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

ગિરનારની લીલી પરિક્રમાનું ખાસ મહત્વ 
ગૂજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમા નું ખાસ મહત્વ છે. આ વખતે ગિરનાર પરિક્રમા 23 નવેમ્બર કાર્તિકી એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી યોજાનાર છે. એમાં પણ ગિરનારની પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો યાત્રિકો આવે છે. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. 

સાધુ સંતોના સૂચનોને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે ખાસ કરીને સ્વચ્છતા અને પીવાના પાણીની સમસ્યા હલ કરવા નું તંત્ર માટે કસોટી ભર્યું છે. ગિરનારની પરિક્રમા શરૂ કરતાં યાત્રિકો 40 કિમી ની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ ચાર દિવસમાં પાર કરે છે. પ્રકૃતિની ગોદમાં ખળખળ કરતા ઝરણાઓ, ઊંચા ઢોળાવો, કપરાં ચઢાણ, ગાઢ જંગલ માં યાત્રીકો ભોજન ભજન અને ભક્તિ કરતાં કુદરતને માણે છે.

જાણો કઈ રીતે પૂર્ણ થશે ગિરનારની લીલી પરિક્રમા ? 
સૌ પ્રથમ કાર્તિકી એકાદશીએ રાતે બાર વાગ્યે પરિક્રમા રૂટ પરથી પૂજા પ્રાર્થના કરી પરિક્રમા શરૂ કરે છે અને આખી રાત ચાલ્યા બાદ પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પહોંચે છે. ત્યાં ભોજન-ભજન અને ભક્તિ સાથે  રાતવાસો કરી બીજા દિવસે ઇટવાની ઘોડી અને મેળવેલાંની કપરી ઘોડીનું ચઢાણ કરી માળવેલાની જગ્યામા પહોંચે છે જે એકદમ ગાઢ જંગલોમાં આવેલ છે. ત્યાં બીજા પડાવનો રાતવાસો કરે છે. ઘણા લોકો અહી રોટલા,ઓળો, ખીચડીનું દેશી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને ભક્તિ સાથે આનંદ માણે છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલતાં ચાલતાં સુરજકુંડ, સુખનાળા થઈ બોરદેવી પહોંચે છે ત્યાં કુદરતી જંગલનો માહોલ અને વન્યજીવોના ખતરા સાથે રાતવાસો કરે છે. આખરે ચોથા દિવસે બોરદેવીથી આગળ ચાલતા ભવનાથ પહોંચે છે અને દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે.

કહેવાય છે લીલી પરિક્રમા સદીઓ થી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણ એ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જનમનું પુણ્યનું ભાથું બાંધી લે છે. આ પરીક્રમા દરમિયાન 200થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ, 25 થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકને લઇ MD ડોકટર પણ તૈનાત રખાશે. પીવાના પાણીના 15 પોઇન્ટ, લાઈટ અને લોકો ની સુરક્ષા ને લઇ 500 થી વધુ પોલીસ કર્મી યાત્રા રૂટ પર તૈનાત રહેશે. આ વર્ષે મોસમ સારી હોય ને કુદરત પણ મહેરબાન હોય પંદર લાખ યાત્રિકો કુદરતને માણવા આવે તેવી સંભાવના ને ધ્યાનમાં લઈ ST તંત્ર, રેલ તંત્ર, તેમજ ટ્રાફિક નિયમન પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ