બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

VTV / preparation for corona vaccine booster dose to all health workers

મોટા સમાચાર / કોરોના સામે આ લોકોને રસીનો બૂસ્ટર ડોઝ આપવાની તૈયારી કરી રહી છે સરકાર, જાણો તમને મળશે કે નહીં

Dharmishtha

Last Updated: 07:42 AM, 8 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની સામે લડવા માટે સરકાર દેશમાં સ્વાસ્થ્ય કર્મીઓને રસીના બૂસ્ટર ડોઝ લગાવવા પર વિચાર કરી રહી છે.

  • સ્વાસ્થ્ય કર્મચારી ડેલ્ટા વેરિએન્ટના શિકાર બની રહ્યા છે
  • કર્મચારીઓમાં ફરી સંક્રમણ બાદ ગંભીર લક્ષણ નથી જોવા મળી રહ્યા
  • સ્વાસ્થ્ય કર્મચારીને જલ્દી બૂસ્ટર ડોઝ આપવો જરૂરી-ડો. અનુરાગ અગ્રવાલ

સ્વાસ્થ્ય કર્મચારી ડેલ્ટા વેરિએન્ટના શિકાર બની રહ્યા છે

કેન્દ્ર સરકાર બૂસ્ટર ડોઝને લઈને જલ્દી અંતિમ નિર્ણય લેશે.  મેડિકલ જર્નલ નેચરમાં પ્રકાશિત અનેક દેશોના વૈજ્ઞાનિકોના સંયુક્ત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની રસી લીધા બાદથી સ્વાસ્થ્ય કર્મચારી ડેલ્ટા વેરિએન્ટના ચાલતા સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. જો કે મોટાભાગના સ્વાસ્થ્ય કર્મચારીઓમાં ફરી સંક્રમણ બાદ ગંભીર લક્ષણ નથી જોવા મળી રહ્યા. પરંતુ તેમને આઈસોલેશનમાં જવુ પડી રહ્યું છે.

સ્વાસ્થ્ય કર્મચારીને જલ્દી બૂસ્ટર ડોઝ આપવો જરૂરી-ડો. અનુરાગ અગ્રવાલ

અધ્યયનમાં સામેલ રહેલા નવી દિલ્હી સ્થિત આઈજીઆઈબીના ડિરેક્ટર ડો. અનુરાગ અગ્રવાલે કહ્યું કે આ સ્થિતિના કારણે સ્વાસ્થ્ય કર્મચારીઓની શક્ય અછતને રોકવા માટે તેમને જલ્દી બૂસ્ટર ડોઝ આપવો જરૂરી છે.  ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુંસાર બૂસ્ટર ડોઝ પર વૈજ્ઞાનિક સાક્ષ્ય ઓછા હોવાના કારણે આઈસીએમઆરની એક ટીમ કાર્ય કરી રહી છે.

રસીકરણને લઈને ગઠિત રાષ્ટ્રીય ટેક્નિક સલાહકાર સમિતિના એક સભ્યએ જણાવ્યું કે કોવિશીલ્ડ અને કોવેક્સિનના બુસ્ટર ડોઝ પર ચર્ચા ચાલી રહી છે. વૈજ્ઞાનિક સાક્ષ્યોના આધાર પર સ્વાસ્થ્ય કર્મચારીઓના રસીકરણના છ મહિના બાદ બૂસ્ટર ડોઝ આવાનો નિર્ણય થઈ શકે છે.

મુંબઈમાં આવી ત્રીજી લહેર - મેયર

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે મંગળવારે કહ્યું કે કોરોનાની બીજી લહેરથી આપણને ઘણુ બધું શીખવા મળ્યું છે. હું ગણેશ ચતુર્થી પર ક્યાંય પણ નથી જવાની, કેમ કે ત્રીજી લહેર આવી નથી રહી બલ્કી આવી ચૂકી છે. પ્રતિબંધ લાગવવાનો હક રાજ્ય સરકારને છે. જરુર જણાશે તો સીએમ આના પર નિર્ણય લેશે. પરંતુ મારી લોકોને વિનંતી છે કે તે પોતાનું ધ્યાન રાખે.

70 કરોડ ડોઝ લગાવી ચૂક્યા છે

દેશમાં અત્યાર સુધી રસીના 70 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આખરે  10 કરોડ ડોઝ માત્ર 13 દિવસની અંદર લગાવાઈ ચૂક્યા છે. જ્યારે પહેલા 10 કરોડ ડોઝ 85 દિવસમાં લાગ્યા હતા.

તેમણે જણાવ્યું કે 10-20 કરોડ સુધી, 45 દિવસમાં 20-30 કરોડ સુધી 29 દિવસમાં 30-40 કરોડ સુધી, 24 દિવસમાં 40-50 કરોડ સુધી 20 દિવસમાં વધું 50-60 કરોડ ડોઝ લગાવવાનું લક્ષ્ય 19 દિવસમાં પુરુ કર્યુ હતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ