બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Preity Zinta posted a video on Instagram, talked about her kids privacy

Preity Zinta Post / VIDEO: પ્રીતિ ઝિન્ટાનું દર્દ છલકાયું, કહ્યું મારી દીકરીને ખેંચીને કિસ કરી, એક વ્યક્તિએ પીછો કર્યો

Vaidehi

Last Updated: 07:05 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રીતિ ઝિંટાએ એક પોસ્ટ શેર કરી છે જેની મદદથી એક્ટ્રેસએ પોતાની સાથે બનેલી 2 ઘટનાઓને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

  • પ્રીતિ ઝિંટાએ પોસ્ટ કરી કર્યો ખુલાસો
  • અઠવાડિયામાં 2 અણગમતી ઘટનાનો કર્યો ઉલ્લેખ
  • બાળકોની પ્રાઈવસીને લઈને કરી સ્પષ્ટતા

બોલીવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા લગ્ન બાદ ફિલ્મોથી દૂર રહી છે પરંતુ મોટાં-મોટાં ઈવેન્ટ્સ અને IPLમાં પોતાની ટીમને સપોર્ટ કરવા માટે તે ભારત આવતી રહે છે. પ્રીતિ ઝિંટાએ હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે છેલ્લાં કેટલાક દિવસોમાં પોતાની સાથે બનેલી 2 ઘટનાઓનાં વિશે માહિતી આપી છે. સોશીયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં એક હેંડીકેપ માણસ એક્ટ્રેસની કારનો પીછો કરી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કર્યો ખુલાસો
આ વીડિયોને લઈને પ્રીતિને સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલ કરવામાં આવ્યું પરંતુ હવે પોતે એક્ટ્રેસએ આ વીડિયોને શેર કરતાં પોતાની સાથે બનેલી 2 ઘટનાઓનો ખુલાસો કર્યો છે. પ્રીતિ ઝિંટા અનુસાર આ અઠવાડિયે 2 ઘટનાઓએ તેમને હચમચાવી દીધી. પહેલી ઘટનાનાં વિશે વાત કરતાં એક્ટ્રેસ કહ્યું કે એક અજાણી મહિલા તેની દીકરીનાં ફોટઝ ખેંચવાનાં પ્રયત્નો કર્યાં અને તેને જબરદસ્તી કિસ્સ આપી. પ્રીતિએ કહ્યું તે અમુસાર તેણે મહિલાને પ્રેમથી ના પણ પાડી પરંતુ તે મહિલાએ એક્ટ્રેસની દીકરીને ખોળામાં લીધું અને તેને કીસ પણ કરી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Preity G Zinta (@realpz)

વ્હીલચેરવાળી ઘટનાનો ઉલ્લેખ
બીજી ઘટના પણ તેમણે લખી. તેમણે કહ્યું કે વ્હીલચેર પર એક માણસ તેમને હેરાન કરી રહ્યો હતો જે સતત કારની પાસે આવીને તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રીતિએ કહ્યું કે આ વ્યક્તિ લગભગ એકવર્ષથી તેને પૈસાને લઈને હેરાન કરી રહ્યો છે. એક્ટ્રેસએ  આ સમગ્ર વીડિયોને સત્ય જણાવતાં કહ્યું કે આ વખતે જ્યારે તે પૈસા માંગવા આવ્યો તો તેમણે કહ્યું કે તેમની પાસે કેશ નથી જો કે પાસે ઊભેલી એક મહિલાએ તે વ્યક્તિને પૈસા આપી દીધાં હતાં પરંતુ તેણે પૈસા ફેંકી દીધાં અને તે અગ્રેસિવ થવા લાગ્યો.

બાળકોની પ્રાઈવસી પર પ્રીતિ
પ્રીતિએ પોતાની પોસ્ટમાં કહ્યું કે દરેક સ્ટોરીની 2 બાજુ હોય છે. પોતાની બાળકની પ્રાઈવસીને લઈને તેણે કહ્યું કે મારાં બાળકો એક પેકેજ ડીલ નથી. મારા બાળકોને એકલા છોડી દો, તેને અડવા કે પકડવા ન આવો. પ્રીતિ પોસ્ટમાં સ્પષ્ટ કર્યું કે તે પોતાના બાળકોની પ્રાઈવસીને લઈને કડક છે અને પોતાની સાથે થયેલી ઘટનાને લઈને તે ખુશ નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ