બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Pre Board Exam will be held in Ahmedabad district at this time

નિર્ણય / ધો 10 બોર્ડના વિદ્યાર્થીઓનો હાઉ થશે દૂર, અમદાવાદ જિલ્લામાં આ સમયે પ્રિ બોર્ડ પરીક્ષા યોજાશે

Vishal Khamar

Last Updated: 04:26 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધો.10ની બોર્ડની પરીક્ષા પહેલા સ્કૂલોમાં જાન્યુઆરી માસનાં અંતે પ્રિ-બોર્ડ પરીક્ષા આ વર્ષે પણ યોજવાનો અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિર્ણય કરાયો છે.

  • અમદાવાદ DEO દ્વારા ધો. 10 નાં વિદ્યાર્થીઓ માટે કરાયો નિર્ણય
  • આ વર્ષે પણ શહેરની સ્કૂલોમાં યોજાશે પ્રિ બોર્ડ પરીક્ષા
  • ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયની લેવામાં આવશે પરીક્ષા

 અમદાવાદ DEO  દ્વારા આ વર્ષે પણ પ્રિ બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં ધો. 10 નાં મુખ્ય પાંચ વિષયોની પરીક્ષા લેવાશે. જાન્યુઆરી માસનાં અંતે શહેરની સ્કૂલોમાં પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં ધો. 10 નાં અંદાજિત 45000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ આ પરીક્ષામાં કેન્દ્રીય પદ્ધતિતી પેપર કાઢવામાં આવશે. માર્ચમાં લેવાનાર ધો. 10 ની બોર્ડની પરીક્ષાઓનો હાઉ વિદ્યાર્થીઓનાં મનમાંથી દૂર થાય તે માટે આ પ્રિ બોર્ડ પરીક્ષા લેવામાં આવે છે. 

વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા પહેલ
સામાન્ય રીતે પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓમાં પરીક્ષાનો ડર વધારે હોય છે. ત્યારે પરીક્ષાનો આ હાઉ દૂર કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ અનોખી પહેલ કરી છે. આ પરીક્ષા જાન્યુઆરી માસનાં અંત સુધી શહેરની સ્કૂલોમાં પ્રિ બોર્ડ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ