બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Prasad of Somnath temple will now be prepared on piped natural gas

ગીરસોમનાથ / ભક્તિ અને ભોજન: સોમનાથ મંદિરનો પ્રસાદ અને જમવાનું હવે આ ખાસ સુવિધા પર તૈયાર થશે, લાખોનો થશે ફાયદો

Dinesh

Last Updated: 12:01 AM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRM સંસ્થા દ્વારા પાઇપલાઇન નેચરલ ગેસનું પ્રથમ કનેક્શન સોમનાથના પ્રસાદ ગૃહ અને નિશુલ્ક ભોજનાલયમાં જોડવામાં આવ્યું છે

  • સોમનાથ મંદિરનો પ્રસાદ હવે પાઇપ નેચરલ ગેસ પર તૈયાર થશે
  • આધુનિકરણની માહિતી મેળવી IRM મેનેજમેન્ટ અભિભૂત થયું
  • સોમનાથ ટ્રસ્ટના 7 રસોડામાં આંતરિક ગેસ પાઇપલાઇનની સંપૂર્ણ વ્યવસ્થા

માસિક શિવરાત્રીના પાવન પર્વ પર, સોમનાથ ટ્રસ્ટના પ્રસાદ નિર્માણગૃહ અને ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયના રસોઈઘરમાં ગેસ વિતરણ કંપની IRM એનર્જીએ શ્રી સોમનાથ મંદિર સંકુલમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કર્યો હતો. કંપનીએ ટ્રસ્ટના રસોડામાં "પાઇપ્ડ નેચરલ ગેસ" સપ્લાય કરવાનું શરૂ કર્યું છે જેમાં બે પ્રસાદ બનવાના રસોડા અને નિશુલ્ક ભોજનાલય છે જ્યાં યાત્રાળુઓને નિશુલ્ક ભોજન ઉપલબ્ધ થાય છે. IRM Energy દ્વારા પર્યાવરણ અનુકુળ અને સુરક્ષિત ગેસ પુરવઠો – PNG ની જાહેર સેવાઓ દ્વારા હજારો ગ્રાહકો/યાત્રીઓને જોડવામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે.

PNG ગેસ સપ્લાય ઉદ્ધાટન કર્યું
PNG ગેસ સપ્લાયનું ઉદ્ઘાટન શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ  અને IRM એનર્જી ના સી.ઇ.ઓ કરન કૌશલ દ્વારા પૂજારીની ઉપસ્થિતિમાં શ્લોક ઉચ્ચારણ સાથે શાસ્ત્રોકત વિધિવિધાન સાથે કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન સમારોહમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ તેમજ IRM Energyના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ જ્યોતિર્લીંગ શ્રી સોમનાથ મંદિર પ્રત્યેની શ્રદ્ધા અને સેવામાં IRM એનર્જી દ્વારા સોમનાથ ટ્રસ્ટના તમામ 7 રસોડામાં સમગ્ર આંતરિક ગેસ પાઇપલાઇનની સંપૂર્ણ વ્યવસ્થા સૌજન્યથી કરેલ છે.


સોમનાથ ટ્રસ્ટના પ્રસાદગૃહોની સ્વચ્છતા અને સુચારુ વ્યવસ્થાપન તેમજ ભોજનાલયના રસોઈઘરમાં લોટ ગૂંથવાની મશીન, શાકભાજી સમારવાનું મશીન, રોટલીના તૈયાર લોટના માપસર ટુકડા કરી તેને વણીને રોટલી તૈયાર કરવાની ક્રિયા કરતું મશીન જોઈએ IRM અધિકારીઓ પ્રભાવિત થયા હતા. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ આધુનિકતા અને આધ્યાત્મનો સંગમ બન્યું છે તે જોઈને તેઓએ અપાર પ્રસન્નતા વ્યક્ત કરી હતી.  

સરેરાશ 5 થી 6 હજાર લોકો પ્રતિદિન બંને સમય ભોજન ગ્રહણ કરે છે
સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં સરેરાશ 5 થી 6 હજાર લોકો પ્રતિદિન બંને સમય ભોજન ગ્રહણ કરે છે. આ ભોજનાલયમાં પ્રતિમાસ 19 કિલો વાળું એક એવા 90 કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. 1800₹ ની બજારભાવની ગણતરી અનુસાર 1.62 લાખની કિંમતનો ગેસ પ્રતિમાસ ઉપયોગમાં આવતો હતો. પી.એન.જી ગેસ નો ઉપયોગ કરવાથી આ ખર્ચમાં 20 થી 30% નો ઘટાડો આવવાની સંભાવના છે. સાથે આ ગેસ એલપીજી ગેસની સાપેક્ષમાં વધારે સુરક્ષિત છે. બ્લાસ્ટ થવાની સંભાવનાને સ્થાન રહેતું નથી જેથી પી.એન.જી ગેસ લાંબેગાળે ટ્રસ્ટ માટે સુરક્ષિત અને ઓછું ખર્ચાળ નીવડશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ