બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Pramukh Swami Maharaj Fathers memorial everything is Prasadi

અનુભૂતિ / પ્રમુખસ્વામી મહારાજના સંસાર કાલિન પરિવારજનો કોણ? આ ઘર છે બાપાનું સ્મૃતિમંદિર, બધી વસ્તુ છે પ્રસાદી

Kishor

Last Updated: 09:56 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી જાજરમાન રીતે ઉજવાઇ રહ્યો છે ત્યારે પ્રમુખસ્વામી મહારાજના પરિવારજનોએ આજે પણ બાપાની યાદો સંગ્રહી રાખી છે.

  • અમદાવાદના આંગણે ઉજવાતો પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી
  • પ્રમુખસ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના ચાણસદ ગામે થયો હતો
  • પરિજનોમાં સંગ્રહાયેલી છે પ્રમુખસ્વામી મહારાજની અનેક યાદો 


સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા `ન ભૂતો, ન ભવિષ્યતિ' જેવો પ્રમુખસ્વામી મહારાજનો જન્મશતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ પ્રસંગની વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. ત્યારે આજે પણ પ્રમુખસ્વામી મહારાજના પરિવારજનો જીવન વિતાવી રહ્યા છે  અને પ્રમુખસ્વામી મહારાજના ભત્રીજા અને એમનો પરિવાર ભગવાન સ્વામિનારાયણની ઘરમાં ભક્તિ કરે છે સાથે તેમના ઘરમાં બાપાની યાદો પણ સંગ્રહાયેલી છે.


વડોદરા જિલ્લાના ચાણસદ ગામે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો

અમદાવાદમાં જેની યાદમાં ઐતિહાસિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, તેવા પરમ અધ્યાત્મ અવતારી પુરુષ પ્રમુખ  સ્વામી મહારાજનું નામ દરેક હરિભક્તોની જીભ પર રમતું હોય તે સ્વભાવિક છે. ત્યારે આવા રૂડા અવસરે અવતારી પુરુષના સાંસારિક પરિવારજનો વિશે વાત કરીએ તો વડોદરા જિલ્લાના ચાણસદ ગામે ખેડૂત પરિવાર મોતીભાઈ પટેલ અને માતા દિવાળીબેનને ત્યાં પ્રમુખસ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ શાંતિલાલ હતું. શાંતિલાલે તો કિશોરાવસ્થામાં જ શાસ્ત્રી મહારાજના હાથે દીક્ષા લઈ લીધી હતી અને ત્યારે તેઓ સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજ તરીકે પ્રખ્યાત થાય હતા. પરંતુ તેમના નાનાભાઈના એક માત્ર સંતાન એવા    અશોકભાઈ પટેલ વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરની સામે રહે છે.પ્રમુખ સ્વામીના પિતા મોતીભાઈ પટેલને ત્રણ પુત્રમાં મોટા પુત્ર ડાયાભાઇના પુત્ર અશોકભાઈ પટેલ તેમના પત્ની અને બે સંતાનો સાથે વડોદરામાં રહે છે. આજે પણ આ પરિવાર પ્રમુખસ્વામી મહારાજને કાકા નહીં પરંતુ ગુરુ માને છે અને ગુરુભક્તિના નાતે તેમની પાસે પ્રમુખસ્વામી મહારાજની અનેક યાદો સંગ્રહાયેલી છે. પ્રમુખસ્વામી મહારાજ જે પારણામાં ઝૂલતા હતા તે પારણું, બાપાનું શાળા છોડ્યા વયનું લિવિંગ સર્ટી, પ્રમુખસ્વામી મહારાજના અસ્થી , પ્રમુખસ્વામીની છડી જેવી અનેક વસ્તુઓ પ્રસાદ રૂપે આજે અશોકભાઈ પૂજા રૂમમાં સાચવીને તેની પૂજા કરી રહ્યા છે.

પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ બીએપીએસને સોંપી દીધુ

આ પરિવારે ચાણસદ ખાતેના મકાનો સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસને સોંપી દીધા છે, જે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ હતુ. પરંતુ પ્રમુખ સ્વામિ સાથે જોડાયેલી અનેક ચીજવસ્તુઓ સામગ્રી આજે ભત્રીજા અશોકભાઈ વડોદરા ખાતેના પોતાના ઘરમાં બાપાની પ્રસાદી ગઈ સાચવી રહ્યા છે. દરરોજની દિનચર્યામાં આ પવિત્ર ચીજવસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અશોકભાઈનું કહેવું છે કે, બાપા સાથે જોડાયેલી દરેક ચીજવસ્તુના સ્પર્શમાત્રથી  અવર્ણાતીત એવી દિવ્યઅનુભૂતિ થાય છે. એક યુગ પુરુષના કુળમાં પોતાનો જન્મ થવા બદલ આ પરિવાર ધન્યતાની અનુભૂતિ કરી રહ્યો છે.ત્યારે આ પરિવારનો આનંદ ન વર્ણવી શકાય તેવો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ