PPF એકાઉન્ટ ફક્ત તમારા રોકાણ પર સારું એવું વળતર જ આપશે એટલું નહીં પણ સાથે-સાથે તમારા પૈસાને પણ વધારવાનું કામ કરે છે. સાથે મળશે આ અન્ય લાભ...
PPF એકાઉન્ટ ખોલતા રોકાણ પર સારું એવું વળતર મળશે
કોઈ પણ ભારતીય નાગરિક PPF એકાઉન્ટ ખોલાવી શકે
રોકાણ કરેલી રકમ પર રૂ. 1.5 લાખ સુધીની કર કપાતનો લાભ મળે છે
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટ ફક્ત તમારા રોકાણ પર સારું એવું વળતર આપવાની સાથે-સાથે તમારા પૈસાને પણ સતત વધારવાનું કામ કરે છે. તેમાં કમ્પાઉન્ડિંગનો પણ ફાયદો મળે છે. એટલાં માટે તમારે PPF એકાઉન્ટ ખોલાવવા વિશે વિચારવું જોઈએ. આ ખાતું એ રીતે અલગ પડે છે કે તેને કોઈ પણ ભારતીય નાગરિક ખોલાવી શકે છે. લોકો માટે આ એક ખૂબ જ સારું એવું સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ છે અને તેના આધારે તમે લાંબા સમય સુધી સારું એવું કોર્પસ જમા કરી શકો છો.
શ્રેષ્ઠ વ્યાજ એટલે ઊંચા વળતરનો ફાયદો
ભારત સરકાર દ્વારા તમામ ક્વાર્ટરમાં PPF ખાતાઓ માટેના વ્યાજ દરો જાહેર કરવામાં આવે છે અને તેમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે. હાલમાં, PPF એકાઉન્ટ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે, જે બેંક અથવા પોસ્ટ ઓફિસના અન્ય રોકાણના સાધનો (Investing Instuments) કરતાં વધારે સારું માનવામાં આવી રહ્યું છે.
સાથે અન્ય ટેક્સ બેનિફિટ્સ (લાભ) પણ મળશે
PPF એકાઉન્ટમાં રોકાણ કરવામાં આવેલી રકમ પર રૂ. 1.5 લાખ સુધીની કર કપાતનો લાભ મળે છે. તેની પર મળતું વ્યાજ અને પાકતી મુદતની રકમ બંને પર ટેક્સ છૂટ ઉપલબ્ધ છે, આથી તે માત્ર પાકતી મુદતના સમયે જ નહીં પરંતુ વાર્ષિક ધોરણે પણ કરમુક્તિનો સારો એવો વિકલ્પ છે. ટેક્સેશનના ટ્રિપલ E (EEE) મોડલના કારણે તેને સારું એવું વળતર ઉત્પાદન માનવામાં આવે છે.
15 વર્ષ માટે શ્રેષ્ઠ ભાગીદાર
પીપીએફ ખાતાની મુદત 15 વર્ષ છે અને તેની પાકતી મુદત પર કરપાત્ર રકમ (ટેક્સેબલ રકમ) ને ઉપાડી લો. પરંતુ જો તમે એકાઉન્ટને હજુ વધારે આગળ ચલાવવા ઇચ્છો છો તો તમે તેને 5 વર્ષ સુધી લંબાવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.