બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 11:42 AM, 10 December 2023
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસમાં અનેક પ્રકારની સ્મોલ સેવિંગ સ્કીમ સંચાલિત કરવામાં આવી રહી છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણકારોને પૈસા ડબલ થવાની ગેરંટી આપવામાં આવે છે. જો તમે પણ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં 7 ટકાથી વધુ વ્યાજ આપવામાં આવે છે.
સુરક્ષિત રોકાણ સાથે શાનદાર રિટર્ન
દરેક વ્યક્તિ પોતાની કમાણીમાંતી કેટલીક રકમનું રોકાણ કરીને સારું રિટર્ન મેળવવા માંગે છે. કિસાન વિકાસ પત્ર સ્કીમમાં સરકાર તરફથી 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો.
ADVERTISEMENT
રૂ.1000થી રોકાણની શરૂઆત
કિસાન વિકાસ પત્ર સ્કીમમાં મહત્તમ રોકાણની સીમા નથી. તમે ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરીને 100 રૂપિયાના મલ્ટીપલમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલીને પણ રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં નોમિનીની સુવિધા છે, 10 વર્ષથી વધુ ઉંમરના બાળક પણ પોતાના નામથી KVP એકાઉન્ટ ખોલાવી શકે છે.
115 મહિનામાં પૈસા ડબલ
આ સ્કીમમાં 9 વર્ષ 7 મહિના માટે રોકાણ કરવાનું રહેશે. 115 મહિનામાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી આ રકમ 2 લાખ રૂપિયા થઈ જશે. જો તમે આ સ્કીમમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો તો તે 10 લાખ રૂપિયા થઈ જશે. આ સ્કીમમાં વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિના આધારે કરવામાં આવે છે. જેથી તમને વ્યાજ પર પણ વ્યાજ મળે છે.
અગાઉ આ સ્કીમમાં પૈસા ડબલ થવામાં 123 રૂપિયાનો સમય લાગતો હતો. જાન્યુઆરી 2023માં આ સમયગાળો ઘટાડીને 120 મહિના કરવામાં આવ્યો હતો. હવે આ સમયગાળો 115 મહિના કરવામાં આવ્યો છે.
KVP એકાઉન્ટ
કિસાન વિકાસપત્ર એકાઉન્ટ ખોલાવવા માટે પોસ્ટઓફિસમાં જમા રસીદ સાથે અરજી કરવાની રહેશે. રોકાણની રકમ રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરાવવાની રહેશે. અરજીની સાથે ઓળખપત્ર પણ આપવાનું રહેશે. કિસાન વિકાસ પત્ર એક સ્મોલ સેવિંગ સ્કીમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.