બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Post-mortem reports specify 'hanging' as cause of Tunisha's death, says Mumbai Police

ટીવી એક્ટ્રેસ કેસ / તુનિશા શર્માએ આપઘાત જ કર્યો, લવ જેહાદનો કોઈ એંગલ નહીં- મુંબઈ પોલીસે આપ્યું મોતનું કારણ

Hiralal

Last Updated: 04:05 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્મા આપઘાત કેસમાં મુંબઈ પોલીસે લવ જેહાદ એંગલનો ઈન્કાર કરતા મોતના કારણનો ખુલાસો કર્યો છે.

  • તુનિશા શર્મા આપઘાત કેસમાં મુંબઈ પોલીસનો ખુલાસો
  • આપઘાતને કારણે જ તુનિશાનું મોત થયું હતું
  • લવ જેહાદ કે બ્લેકમેઈલિંગનો કોઈ એંગલ નથી 
  • બ્રેકઅપનો આઘાત સહન ન કરી શકતા ખાધો ગળેફાંસો 

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ ગઈકાલે સિરિયલના શુટિંગ દરમિયાન મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ શિઝાન ખાનનું નામ સામે આવતા લવ જેહાદની ચર્ચા શરુ થઈ હતી. હિંદુવાદી સંગઠનો અને લોકોને લાગ્યું આ કેસ પણ લવ જેહાદનો છે પરંતુ આખરે મુંબઈ પોલીસે આ કેસમાં મહત્વના ખુલાસા કરી દીધા છે. 

આપઘાતને કારણે તુનિશાનું મોત થયું 
મુંબઈ પોલીસના  ACP ચંદ્રકાંત જાધવે ખુલાસો કરતાં કહ્યું કે તુનિશાએ આપઘાત જ કર્યો છે. તેના મોત કેસમાં કોઈ લવ જેહાદનો પુરાવો નથી કે નથી બ્લેકમેઈલિંગનો પુરાવો. એસીપીએ કહ્યું કે, તુનિશાના મોતમાં લવ જેહાદનો કોઈ એંગલ નથી. કસ્ટડી મળી ગઈ હોવાથી આરોપી અને સેટ પર કામ કરતા લોકોની પણ તપાસ કરવામાં આવશે. દરેકના નિવેદન પણ નોંધવામાં આવશે. બાકીની તપાસ આના આધારે કરવામાં આવશે. હાલ તો એ સ્પષ્ટ છે કે તુનિશાનું મોત ગળેફાંસો ખાવાને કારણે થયું હતું. ચંદ્રકાંત જાધવે જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને અત્યાર સુધીની તપાસ મુજબ બ્રેકઅપને કારણે તુનિશા આઘાત સહન કરી નહોતી અને તે ડિપ્રેશનમાં આવી હતી તેને કારણે તેણે અંતિમ પગલું ભરી લીધું. 

લવ અફેર્સ, બ્લેકમેઈલિંગ કે લવ જેહાદનો કેસ નહીં 
મુંબઈ પોલીસના એસીપી જાધવે કહ્યું હાલ તપાસ ચાલી રહી છે અને આરોપી તથા મૃતકનો ફોન જપ્ત કરી લેવાયો છે. લવ અફેર્સ, બ્લેકમેઈલિંગ કે લવ જેહાદનો કોઈ કેસ દેખાતો નથી. 

આરોપી શિઝાન ખાન 4 દિવસની પોલીસ કસ્ટડીમાં 
ગઈકાલે ટીવીની અભિનેત્રી તુનિશા શર્માએ સીરિયલના શુટિંગ વખતે મેકઅપ રુમમાં આપઘાત કર્યો હતો. તેના મોત બાદ તેનો પૂર્વ પ્રેમી શિઝાન ખાન ચર્ચામાં આવ્યો હતો અને પરિવારના આરોપસર શિઝાન ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી હતી પરંતુ આ કેસનું કોકડું ઉકેલવા પોલીસને આરોપીની વધારે પૂછપરછની જરુર હતી તેથી તેને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં કોર્ટે પોલીસની વિનંતી સ્વીકારીને આરોપી શિઝાન ખાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ