બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Port damaged, PGVCL affected, trees fell, something like this happened in Porbandar after the storm, see PHOTOS

બિપોરજોય / બંદરને નુકસાન, PGVCLને અસર, વૃક્ષો ધરાશાયી, વાવાઝોડા બાદ કંઇક આવી સ્થિતિ સર્જાઇ છે પોરબંદરમાં, જુઓ PHOTOS

Dinesh

Last Updated: 04:14 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં આ વાવાઝોડાને લઈ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે

  • પોરબંદરમાં વાવાઝોડાની PGVCL પર ગંભીર અસર
  • જિલ્લામાં અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો
  • PGVCLમાં અસંખ્ય ફરિયાદો મળી


સાપ ચાલ્યો ગયો પણ લિસોટો રહી ગયો તે કહેવત પ્રમાણે જ અતિવિનાશક વાવાઝોડું બિપોરજોયને લઈ સ્થિતિ સર્જાઈ છે. પોરબંદરમાં આ વાવાઝોડાને લઈ અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. મહાકાય વાવાઝોડાને લઈ બારી બારણાના કાચ તુટ્યાની ઘટના સામે આવી છે તેમજ કેબિન સહિત નાનું મોટું નુકસાન પણ થયું છે. 

પોરબંદરમાં વીજ પુરવઠો ખોરવાયો
પોરબંદર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની PGVCL પર ગંભીર અસર થઈ છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં અનેક વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા છે. અત્રે તમને જણાવી દઈએ કે, 12થી 15 જૂન સુધીમાં PGVCLમાં અસંખ્ય ફરિયાદો મળી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે PGVCLએ વીજ પુરવઠો કાર્યરત કરવા ટીમોને કામે લગાડી છે. કંટ્રોલ રૂમમાં ફીડરની મળેલ ફરીયાદમાં 35માંથી 29 ફીડર કાર્યરત કર્યા છે.

866 વીજ પોલ ધરાશાયી
 ગ્રામ્ય પંથકમાં જ્યોતિગ્રામ યોજનાની 379 ફરિયાદમાંથી 322 ફરિયાદોનું નિવારણ થઈ ગયું છે તેમજ ખેતીના કનેક્શનમાં 1013 ફરિયાદોમાંથી 765 કનેક્શન કાર્યરત પણ કરી દેવામાં આવ્યા છે. ગ્રામ્ય પંથકમાં લાઈટ ન હોવાની 395 ફરિયાદોમાંથી 236 જગ્યા પર કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. 11 KVની લાઈનની 624 ફરિયાદમાંથી 186 પોલની કામગીરી પૂર્ણ પણ કરી તેવામાં આવી છે.  LTની 242 ફરિયાદમાંથી 59 કાર્યરત કરાઈ છે 30 વીજ ટ્રાન્સફરની ફરિયાદમાંથી 4 કાર્યરત કરાયા અને ભારે પવનને લઈ જિલ્લામાં 866 વીજ પોલ ધરાશાયી થયા છે. બાકી રહેલી તમામ ફરિયાદો પર કામગીરી હાલ ચાલુ છે. પોરબંદર PGVCL યુદ્ધના ધોરણે ઝડપી કામગીરી કરી રહી છે. 

બોટોના કાચ તૂટ્યા
પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાથી ભારે નુકસાની થઈ છે તેમજ હજુ પણ આ ચક્રવાતની અસર ચાલુ છે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવઝોડાને પગલે બંદર પર ભારે નુકસાન થયું છે, બોટોના કાચ તૂટ્યા, કેબિન સહિત નાની મોટી વસ્તુને નુકસાન પહોંચ્યું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ