બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Porn star Mia Khalifa's statement after Hamas attack on Israel

નિવેદન / ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ પોર્ન સ્ટાર મિયા ખલીફાનું નિવેદન, સોશિયલ મીડિયામાં મચ્યો હડકંપ

Vishal Khamar

Last Updated: 11:29 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિયા ખલીફાએ કહ્યું કે, જો તમે પેલેસ્ટાઈનની સ્થિતિ જોઈને પણ પેલેસ્ટાઈનની તરફેણમાં નથી. તો તમે રંગભેદનાં ખોટા પક્ષમાં છો અને જ્યારે સમય આવશે ત્યારે ઈતિહાસ બતાવશે.

  • ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ સ્થિતિ ગંભીર
  • અનેક દેશોનાં રાષ્ટ્રીય અધ્યક્ષોએ ખુલીને તેઓની પ્રતિક્રિયા આપી
  • પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પણ સોશિયલ મીડિયા પર તેની પ્રતિક્રિયા આપી
  • પોર્ન સ્ટારે પેલેસ્ટાઈને ઈઝરાયેલ પર કરેલા રોકેટ હુમલાને યોગ્ય ઠેરવ્યો

 ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ દુનિયાનાં અલગ અલગ દેશો ખુલીને તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દેશોનાં રાષ્ટ્રીય અધ્યક્ષોને લઈ સમાજમાં પોતાનો ઉચ્ચ મોભા ધરાવતા લોકો પણ સોશિયલ મીડિયા મારફતે તેઓની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ બાબતે પોર્ન સ્ટાર મિયા ખલીફાએ સોશિયલ મીડિયા પર પેલેસ્ટાઈનને સમર્થન આપતું નિવેદન જાહેર કર્યું હતું. 

મિયાં ખલીફાના આ નિવેદનથી સ્પષ્ટ છે કે તે ઈઝરાયેલ પર પેલેસ્ટાઈન દ્વારા કરેલ રોકેટ હુમલાને યોગ્ય ઠેરવી રહી છે.  તે પેલેસ્ટાઈન સાથે એકતા દર્શાવવાની પણ વાત કરી રહી છે.  

સોશિયલ મીડિયા પર કરેલ આ પોસ્ટમાં મિયાં ખલીફાએ લખ્યું છે કે, જો તમે પેલેસ્ટાઈનની આ હાલત જોઈ શકો છો. અને તો પણ પેલેસ્ટાઈનનાં પક્ષમાં નથી તો તમે રંગભેદનાં ખોટા પક્ષમાં  છો અને સમય આવવા પર તમને ઈતિહાસ આ દેખાડશે.  

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે.  કારણ કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સતત હિંસા સતત વધી રહી છે.  ગાઝાના તબીબી સૂત્રોએ કહ્યું હતું કે,  હમાસના રોકેટ હુમલા બાદ ઈઝરાયેલ દ્વારા પણ હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા 198 પેલેસ્ટાઈનના મોત થયા છે.   આંતરરાષ્ટ્રીય તમામ દેશો આ યુદ્ધ પર સતત અપડેટ મેળવી રહ્યા છે.  માનવામાં આવે છે કે હાલમાં આ લડાઈ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી.

મિયાના નિવેદન બાદ નવી ચર્ચા શરૂ થઈ 
ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષને લઈને મિયા ખલીફા ઘણી વખત પોતાનો અવાજ ઉઠાવી ચૂકી છે.  પેલેસ્ટિનિયનોના સમર્થનમાં મિયાના તાજેતરના નિવેદને લેબનીઝ-અમેરિકન મીડિયાનું પણ ધ્યાન ખેંચ્યું છે. ત્યારપછી સોશિય મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.  મિયા ખલીફાનાં નિવેદનને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ ટ્વિટર એકાઉન્ટ પર તેમની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી રહ્યા છે.  

બંને વચ્ચે ઘણા વર્ષોેથી ચાલી રહી છે તંગદિલી 
બંને વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી તણાવ ચાલ્યો આવે છે. અને હજુ સુધી સમાધાનનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. જેનાં કારણે આજે સ્થિતિ અંતિમ તબક્કે પહોંચી છે. તા જેતરની ઘટનાઓએ ફરી એક વાર કાયમી ઉકેલની તાત્કાલિક આવે. જેથી દેશમાં શાંતિ અને સ્થિરતા લાવી શકે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ