બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / pomegranate can help to manage blood sugar and reduce risk of diabetes health tips know more

હેલ્થ / ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ખાવું જોઈએ આ એક ફળ, કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર, બીજા પણ છે ઢગલાબંધ ફાયદા

Last Updated: 07:29 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને યોગ્ય ડાયેટ ફોલો કરવાની સલાહ આપે છે. તેમાં દર્દીઓને રિફાઈન્ડ શુગર અને કાર્બોહાઈડ્રેડ વાળી વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

  • ડાયાબિટીસના દર્દીઓએ ફોલો કરો આ ટિપ્સ 
  • આ ફળ બ્લડ શુગરને કરે છે કંટ્રોલ 
  • દરરોજ કરો સેવન 

ડાયાબિટીસમાં જો ડાયેટનું ધ્યાન ન રાખવામાં આવે તો આ બિમારી વ્યક્તિને મોતના દરવાજા સુધી પહોંચાડી શકે છે. તેના માટે ડોક્ટર ડાયાબિટીઝના દર્દીઓને યોગ્ય ડાયેટ ફોલો કરવાની સલાહ આપે છે. તેમાં દર્દીઓને રિફાઈન્ડ શુગર અને કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓથી દૂર રહેવું પડે છે.  જ્યારે દાડમ આ બિમારીમાં સૌથી સારૂ ફળ ગણવામાં આવે છે. 

ડેમેજને રોકવાનું કામ કરે છે દાડમ 
દાડમમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. એક્સપર્ટનું કહેવું છે કે તેમાં રેડ વાઈન અને ગ્રીન ટીથી લગભગ 3 ગણા વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ડાયાબિટીસ જેવી બિમારીઓ અને ફ્રી રેડિકલ્સથી થનાર ડેમેજને રોકવાનું કામ કરે છે. એક્સપર્ટ્સનો એવો પણ દાવો છે કે દાડમના બીજ ઈંસુલિન સેન્સટિવિટીને મજબૂત કરે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. 

બ્લડ શુગર કંટ્રોલ કરવા સારૂ ફળ 
આ ઉપરાંત દાડમમાં કાર્બ્સનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે. કાર્બોહાઈડ્રેટમાં જલ્દી મેટાબોલાઈઝ્ડ હોવાના કારણે લોહીમાં શુગર લેવલ ઝડપથી વધે છે. તેના માટે ડાયાબિટીસના દર્દીઓને લો કાર્બ્સ વાળી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. દાડમનું અંદાજીત ગ્લાઈસેમિક લોડ 18 છે. જે તેને બ્લડ શુગરને મેનેજ કરવા માટે એક સારૂ ફળ છે. 

નિયમિત કરવું જોઈએ દાડમનું સેવન 
"હીલિંગ સ્પાઈસિસ" નામના એક પુસ્તકમાં દાડમથી શરીરને થનાર ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં જાનવરો પર થયેલી ઘણી સ્ટડીઝ જણાવે છે કે દાડમના ફૂલ અને તેના બીજથી બનેલું તેલ ડાયાબિટીઝને કંટ્રોલ કરવામાં કારગર છે. તેના માટે ડાયાબિટીઝના દર્દીઓને નિયમિત રીતે તેનું સેવન કરવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Pomegranate blood sugar diabetes health tips ડાયાબિટીસ દર્દીઓ બ્લડ શુગર Diabetes
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ