બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics heats up over new Parliament building, RJD compares shape of building to coffin, BJP hits back

New Parliament Inauguration / નવા સંસદ ભવન મુદ્દે રાજકારણ ગરમાયું, RJDએ બિલ્ડિંગના આકારની કરી શબપેટી સાથે તુલના, ભાજપે કર્યો વળતો પ્રહાર

Megha

Last Updated: 10:33 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન મુદ્દે રાજકારણ ચાલુ છે. બિહારના રાષ્ટ્રીય જનતા દળે ટ્વિટર પર એક વિવાદાસ્પદ ફોટો પોસ્ટ કર્યો છે જેમાં નવા સંસદ ભવનની સરખામણી શબપેટીની તસવીર સાથે કરી

  • નવા સંસદભવનના ઉદ્ઘાટન મુદ્દે રાજકારણ ચાલુ
  • બિહારના રાષ્ટ્રીય જનતા દળે ટ્વિટર પર એક વિવાદાસ્પદ ફોટો પોસ્ટ કર્યો
  • નવા સંસદ ભવનની સરખામણી શબપેટીની તસવીર સાથે

નવા સંસદભવનના ઉદ્ઘાટન મુદ્દે રાજકારણ ચાલુ છે. વાત એમ છે કે આ અંબિહારના રાષ્ટ્રીય જનતા દળે ટ્વિટર પર એક વિવાદાસ્પદ ફોટો પોસ્ટ કર્યોગે બિહારના રાષ્ટ્રીય જનતા દળે ટ્વિટર પર એક વિવાદાસ્પદ ફોટો પોસ્ટ કર્યો છે. આરજેડીએ નવા સંસદ ભવનની સરખામણી શબપેટીની તસવીર સાથે કરી અને લખ્યું, આ શું છે? જણાવી દઈએ કે આરજેડીનું આ ટ્વીટ એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન મોદીએ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું છે. સંસદના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનને લઈને પણ ભારે રાજનીતિ થઈ છે. કોંગ્રેસ સહિત 20 વિપક્ષી દળોએ સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. બહિષ્કાર કરનારા પક્ષોમાં આરજેડી પણ સામેલ છે. 

ભાજપે વળતો પ્રહાર કર્યો
આરજેડીના આ ટ્વીટની ટીકા પણ શરૂ થઈ ગઈ છે. ભાજપના RJDના આ ટ્વીટ પર પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પલટવાર કર્યો અને લખ્યું કે 'આજનો દિવસ ઐતિહાસિક ક્ષણ છે અને દેશને ગર્વ છે. તમે નજરબટ્ટુ છો અને બીજું કંઈ નથી. 2024માં દેશની જનતા તમને આ શબપેટીમાં દફનાવી દેશે અને તમને નવી લોકશાહીના મંદિરમાં પ્રવેશવાની તક પણ નહીં આપે. એ પણ નક્કી કરી દો કે સંસદ દેશની છે અને તાબૂત તમારી છે.

આરજેડીના આ ટ્વીટ પર લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. યુઝર્સે ફોટો પર કોમેન્ટ કરતાં કહ્યું કે - તમારી પાર્ટીનું ભાવિ, બીજા એ કહ્યું કે - ભારતનું ભવિષ્ય. એકે લખ્યું- લાલુજીનું ભવિષ્ય. બીજાએ લખ્યું - તમારા જેવા પક્ષ પાસેથી આ જ અપેક્ષા રાખી શકાય. આ સાથે એક યુઝરે લખ્યું- RJD દ્વારા શરમજનક કૃત્ય…. બીજા શબ્દોમાં કહીએ તો, પ્રથમ ચિત્ર તમારું ભવિષ્ય છે અને બીજું ભારતનું ભવિષ્ય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ