બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Policeman's daughter commits suicide due to heathen torture in Dakor

લવ જેહાદ / ડાકોરમાં વિધર્મીના ત્રાસથી પોલીસકર્મીની પુત્રીએ કર્યો આપઘાત, કૉલ-રેકોર્ડીંગથી ખૂલી ગઈ પોલ

Malay

Last Updated: 02:08 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના ડાકોર અને કપડવંજમાં વિધર્મી યુવકોના ત્રાસથી કંટાળીને બે યુવતીએ કર્યો આપઘાત, પોલીસે મોહસીન સૈયદ અને અબ્દુલ્લા મોમીનની કરી ધરપકડ.

 

  • ડાકોર અને કપડવંજમાંથી લવ જેહાદની ઘટના સામે આવી
  • વિધર્મી યુવકોના ત્રાસને લઈ 2 યુવતીનો આપઘાત
  • પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ

ખેડા જિલ્લામાંથી લવ જેહાદની એક સાથે બે ઘટના સામે આવી છે. વિધર્મી યુવકના ત્રાસથી કંટાળીને બે યુવતીઓએ જીવન ટૂંકાવી લીધું છે. બે યુવતીઓ પૈકી એક યુવતીએ ગળેફાંસો ખાઈને તો એક યુવતીએ નહેરમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ખેડા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

ડાકોરમાં પોલીસ કર્મીની દીકરીએ કર્યો આપઘાત 
ખેડા જિલ્લાના ડાકોરમાં વિધર્મી યુવાનના માનસિક ત્રાસથી કંટાળીને પોલીસ કર્મીની દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, મૂળ મહીસાગર જિલ્લાના કંતાર ગામના રહેવાસી અને હાલ ડાકોર પોલીસ લાઈનમાં રહેતા રણજીતસિંહ બળવતસિંહ બારૈયાની દીકરી નડિયાદની એક કોલેજમાં બી.એસ.સીનો અભ્યાસ કરતી હતી. ગત 12 મેના રોજ કુંટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી રણજીતસિંહ પરિવાર સાથે વતનમાં ગયા હતા. જોકે, તેમની દીકરીને પરીક્ષા હોવાથી તે ઘરે જ રોકાઈ હતી. આ દરમિયાન તેણે ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

પ્રેમસંબંધ તોડી નાખતા અબ્દુલ્લા મોમીન આપતો ત્રાસ
આ અંગેની જાણ થતાં જ રણજીતસિંહ તાત્કાલિક ડાકોર ખાતે દોડી આવ્યા હતા. જે બાદ દીકરીનો મોબાઈલ ચેક કરતાં તેઓ ધ્રુજી ઉઠ્યા હતા. દીકરીને અબ્દુલા મોમીન નામનો યુવક સતત ત્રાસ આપતો હોવાનું ખૂલ્યું હતું. યુવતીએ પ્રેમસંબંધ તોડી નાખતા અબ્દુલ્લા મોમીન ધમકી આપતો હોવાની બાબત કોલ રોકોર્ડિંગ પરથી સામે આવી હતી. જે બાદ રણજીતસિંહે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી અબ્દુલ્લા મોમીનની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. 

કપડવંજમાંથી લવ જેહાદની ઘટના સામે આવી
આવો જ બનાવ ખેડા જિલ્લાના કપડવંજમાં બન્યો છે. કપડવંજમાં વિધર્મી યુવકના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીએ નહેરમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. યુવતીના આપઘાત બાદ કપડવંજ રૂરલ પોલીસે આરોપી મોહસીન સૈયદની ધરપકડ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી એક અઠવાડિયાથી યુવતીને હેરાન કરતો હતો. તે યુવતીને પ્રેમ-સંબંધ રાખવા માટે સતત ત્રાસ આપતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ