બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Police in active mode after 9 people died in an accident on ISKCON Bridge in Ahmedabad

કાર્યવાહી / 15 જ દિવસમાં અમદાવાદમાં ટ્રાફિકના 9612 કેસ નોંધાયા, 5 હજાર વાહનો જપ્ત કરાયા, જાણો કેટલાં લાખનો દંડ વસૂલાયો

Malay

Last Updated: 07:42 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ બાદ પોલીસ એક્ટિવ મોડમાં, 15 દિવસમાં જ ટ્રાફિક નિયમ ભંગના 9612 કેસ નોંધી કરાઈ કાર્યવાહી.

  • અમદાવાદ શહેરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યથાવત 
  • મોડી રાત્રે હાથ ધરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ 
  • 15 દિવસમાં જ રૂ.30 લાખનો વસૂલાયો દંડ

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગયા મહિને સર્જાયેલા ભયાનક અકસ્માત બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ શહેર પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે. પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો મોડી રાત્રે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. SG હાઈવે સહિત 250 નાકાબંધી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પોઈન્ટ પર રોજ રાત્રે વાહન ચેકિંગ થાય છે.

15 દિવસમાં ટ્રાફિકના 9612 કેસ નોંધાયા 
શહેર પોલીસે 15 દિવસમાં જ ટ્રાફિકના 9612 કેસ નોંધી કાર્યવાહી કરી છે. તો 15 દિવસમાં પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત પોલીસે 15 દિવસમાં ઓવરસ્પીડના 900 કેસ નોંધ્યા છે. નોંધનીય વાત તો એ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 47 કેસ નોંધ્યા છે. સાથે જ નિયમોના ભંગ બદલ ટ્રાફિક પોલીસે 5 હજાર વાહનો જપ્ત કર્યા છે. એટલું જ નહીં અમદાવાદ પોલીસે ભયજનક ડ્રાઈવિંગના 580 કેસ નોંધ્યા છે. 

કારમાંથી મળી આવી હતી દારૂની બોટલ
આપને જણાવી દઈએ કે એક દિવસ અગાઉ જ શહેરના એસ.જી હાઈવે પર પોલીસની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે બાદ પોલીસે કારમાં સવાર યુવક અને યુવતી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.  અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતોને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ અંતર્ગત એસ.જી હાઈવે પર ગઈકાલે રાત્રે પોલીસની ટીમ વાહનોનું ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. 

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ એક્ટિવ 
આ કારમાં એક યુવક અને એક યુવતી સવાર હતા. જે બાદ પોલીસે દારૂની બોટલ જપ્ત કરી કારમાં સવાર યુવક અને યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આપને જણાવી દઈએ  કે, ગત 19 જુલાઈએ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે 9 લોકોના જીવ લીધા બાદ પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને સતત ડ્રાઈવ યોજી બેફામ વાહન હંકારતા લોકો પર તવાઈ બોલાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ