બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Police assault case: Gujarat government's affidavit! The High Court said this is confusing, there should be a dedicated number

અમદાવાદ / પોલીસ તોડકાંડ કેસ: ગુજરાત સરકારનું સોગંધનામું! હાઈકોર્ટે કહ્યું આ કન્ફયુઝન વાળું છે, ડેડિકેટેડ નંબર હોવો જોઈએ

Vishal Khamar

Last Updated: 11:33 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એરપોર્ટ પરથી પરત ફરી રહેલા દંપતી સાથે તોડકાંડ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કર્યું હતું. ત્યારે સરકારનાં સોગંદનામાં સામે ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે તમારૂ સોગંદનામું કન્ફ્યુઝનવાળું છે.

  • એરપોર્ટથી પરત ફરી રહેલા દંપતી સાથે તોડકાંક કેસ
  • રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું
  • 1064એ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા માટે છે એ કોઈને ખ્યાલ નથી: હાઈકોર્ટ 

બે મહિનાં પહેલા એરપોર્ટ પરથી ઘરે જઈ રહેલ દંપતીને રોકી કેસ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. જે બાદ દંપતી દ્વારા પોલીસને રૂપિયા 60 હજાર આપ્યા હતા. જે બાદ સમગ્ર મામલો બીજા દિવસે પોલીસ મથકે પહોંચતા પોલીસે તમામ ત્રણ પોલીસ કર્મીઓની ધરપકડ કરી હતી. જે બાદ મામલા હાઈકોર્ટમાં પહોંચ્યા હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું. તેમજ સરકારી અને પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ માટે 1064 નંબર જાહેર કરાયો હતો. તેમજ લોકો આ બાબતે જાગૃતતા આવે તે માટે જાહેર સ્થળો પર હોડિગ્સ, નોટીસ બોર્ડ અને બેનર પર ફરિયાદ માટે નંબર દર્શાવાયા છે.

1064એ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા માટે છે એ કોઈને ખ્યાલ નથી: હાઈકોર્ટ 
આ બાબતે હાઈકોર્ટે કહ્યું કે,  સરકારના સોગંદનામા સામે ગુજરાત હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ ઉઠાવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલ સોગંદનામું કન્ફ્યુઝન વાળું છે. પોલીસ મદદ કે ફરિયાદ માટે નહી પણ પોલીસ સામે ફરિયાદ માટે એવું લખો. તેમજ 1064 એ ભ્રષ્ટ્રાચાર સામે ફરિયાદ નોંધાવવા માટે છે. તેનો ઉલ્લેખ હોવો જોઈએ. પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે કોઈ એક ડેડિકેટેક નંબર હોવો જોઈએ. ફક્ત પોલીસ નહી તમામ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પગલા લઈ રહ્યા છીએ. પોલીસ કમિશ્નર અને કલેકટર ભગવાન હોત તે રીતે વર્તી રહ્યા છે. 

સોલા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી

પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી
દંપતી તોડ કાંડમાં સોલા પોલીસે 3 આરોપીઓ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી. ટ્રાફિક એ ડિવિઝનમાં ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી.  આ પોલીસકર્મીઓએ બોપલના વેપારી મિલન કેલાની ગાડી રોકી કેસ કરવાની ધમકી આપી રૂપિયા  પડાવી લીધા હતા. જે ગુનામાં સોલા પોલીસે સત્તાનો દુરુપયોગ કરી લાંચ લેવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. 

મિલનભાઈ (ભોગ બનનાર)

શું હતો સમગ્ર મામલો?
ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ સફાળી જાગેલી અમદાવાદ પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન કડક ચેકીંગ હાથ ધરવામાં આવે છે. પરંતું હવે રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. જેમાં એરપોર્ટથી બોપલ જઈ રહેલ એક દંપતી પર કેસ કરવાની ધમકી આપી તેની પાસે કેસ ન કરવા પૈસાની માંગણી કરી હતી. જે બાદ પૈસા આપવાનું નક્કી થતા પોલીસ યુવકને ગાડીમાં બેસાડી એટીએમ પાસે લઈ જતા યુવકે પૈસા ઉપાડતા પોલીસ દ્વારા યુવક પાસેથી પૈસા પડાવી લીધા હતા. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સોલા પોલીસે ટ્રાફીકનાં 3 પોલીસકર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ