બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM post for 2024 not vacant: Giriraj Singh

રાજનીતિ / '2024માં પણ PM બનવા નહીં મળે, મોદી માટે ખાલી છે ખુરશી' બોલકાં ગિરિરાજ બોલી ગયાં, નીતિશ-રાહુલને ઈશારો

Hiralal

Last Updated: 03:52 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષી નેતાઓના પીએમ બનવાના અભરખાં પણ પાણી ફેરવી દીધું.

  • બિહાર ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો વિપક્ષી નેતાઓ પર કટાક્ષ
  • 2024માં પણ પીએમ બનવા નહીં મળે, મોદી માટે ખાલી છે ખુરશી 
  • પીએમ મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર કટાક્ષ કરતા કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે ગુરુવારે કહ્યું હતું કે 2024 માટે પીએમ પદ ખાલી નથી.
આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પછી પણ વડા પ્રધાની પોસ્ટ ભાજપ નેતા નરેન્દ્ર મોદી પાસે જ રહેશે તેવું ભારપૂર્વક જણાવતા સિંહે દાવો કર્યો હતો કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. પરંતુ આજકાલ તો દરેક વ્યક્તિ વડાપ્રધાન બનવા માંગે છે.

2024ની સાલમાં પીએમની ખુરશી ખાલી નથી
પટણામાં આયોજિત એક કાર્યક્રમમાં એક સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, "લોકોને ખબર હોવી જોઈએ કે 2024 માટે વડા પ્રધાનનું પદ ખાલી નથી.

તુષ્ટિકરણની રાજનીતિ કરનાર નેતાઓને લોકોની કંઈ પડી નથી 
નીતીશ કુમારનું નામ લીધા વિના સિંહે કહ્યું, "તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ લોકો રોજગાર આપવાનું વિચારી શકતા નથી. પીએમ મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને રોજગાર પેદા કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે 
ભાજપની આગેવાની હેઠળની વર્તમાન કેન્દ્ર સરકારની સિદ્ધિઓ ગણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે અન્ય બાબતોની સાથે સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિકસાવવા માટે સખત મહેનત કરાઈ રહી છે, જે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે અને ભારતને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં મદદ કરશે.

ગઈકાલે નીતિશ ખડગે અને રાહુલને મળ્યાં 
બિહારના મુખ્ય પ્રધાન અને તેમના નાયબ તેજસ્વી યાદવે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, જેને 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે લડવા માટે વિરોધી પક્ષોનું જોડાણ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. કુમાર કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠક બાદ તરત જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ