બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Narendra Modi is visit to Rajasthan started development works in Bikaner

પ્રહાર / 'કોંગ્રેસ મતલબ લુંટની દુકાન, જૂઠનું બજાર': બિકાનેરની જનસભામાં વિપક્ષ પર વરસી પડ્યા PM મોદી

Kishor

Last Updated: 07:51 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં પીએમ મોદીએ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. જ્યા આકરા શાબ્દિક પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ મતલબ લૂંટની દુકાન અને જૂઠનું બજાર.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે
  • બિકાનેરમાં અઢી હજાર કરોડથી વધુની કિંમતના વિકાસ કામોનો શિલાન્યાસ
  • મોદીએ કોંગ્રેસને આડેહાથ લઈ આકરા શાબ્દિક પ્રહારો કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. આ દરમિયાન તેઓએ રાજસ્થાનના બિકાનેરમાં અઢી હજાર કરોડથી વધુની કિંમતના વિકાસ કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ નૌરંગડેસરમાં પીએમ મોદીએ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. જ્યા કોંગ્રેસને આડેહાથ લઈ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ મતલબ લૂંટની દુકાન અને જૂઠનું બજાર.


કોંગ્રેસમાં ચાલી રહી છે અંદરોઅંદરની ટાંટિયાખેંચ
 
પીએમ મોદીએ કહ્યું હતું કે સ્થિર સરકારને પગલે વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે અને તમે સ્થિર સરકાર બનાવવાનીને કામ કરવાની તક આપી છે. તેઓએ વધુમાં કહ્યું કે જે રાજ્યોમાં ડબલ એન્જિનની સરકારને કામ કરવાનો મોકો મળ્યો છે તે રાજ્યો વિકાસના પાટા પર સડસડાટ દોડી રહ્યા છે. બીજી બાજુ રાજસ્થાનમાં જ્યારથી કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી ચાર વર્ષથી લગભગ અંદરોઅંદરની ટાંટિયાખેંચ ચાલી રહી છે. ખુલ્લેઆમ સોદાબાજી અને જે તે વિભાગમાં લૂંટનું કામ મેળવવા માટે લડાઈ ચાલી રહી છે.


કોંગ્રેસે રાજસ્થાનનું ઘણું નુકસાન કર્યું

કોંગ્રેસને લૂંટ અને જુઠાણાની દુકાન ગણાવી પીએમ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા હાલ મોટા મોટા વચનો આપવામાં આવી રહ્યા છે. તેમાં જુઠ્ઠાણાના ડબ્બાઓ સિવાય કશું મળશે નહીં! કોંગ્રેસ જુઠાણું ફેલાવી છેતરપિંડીનું રાજકારણ રમી રહી છે. વધુમાં કોંગ્રેસે લોન માફ કરવાનું વચન આપ્યા બાદ ચાર વર્ષમાં લોન માફ કરી છે એવો સવાલ પણ પૂછ્યો હતો. રાજસ્થાન વાસીઓએ શું કોઈ ગુનો કર્યો છે જેમને વિકાસથી વંચિત રાખવામા આવે છે. તેમ જણાવી વિકાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકારે રાજસ્થાનનું ચાર વર્ષની અંદર ખૂબ નુકસાન કર્યું છે અને કોંગ્રેસના નેતાઓ આ વાત જાણી પણ ગયા છે કોંગ્રેસની હાર નિશ્ચિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ