બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / સુરત / PM Modi's real mission started after the mega road-show and meeting

ગુજ'રાજ' / મેગા રોડ-શૉ અને સભા બાદ શરૂ થયું PM મોદીનું રિયલ મિશન: સર્કિટ હાઉસમાં પાટીદારોને મનાવવા કવાયત

Priyakant

Last Updated: 10:44 AM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસ બાકી છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદારોને મનાવવા કવાયત હાથ ધરી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદારોને મનાવવા કવાયત હાથ ધરી 
  • ગઇકાલે રાત્રે સ્થાનિક પાટીદાર આગેવાનો ઉધ્યોગકારો સાથે બેઠક કરી 
  • આજે સવારે પણ પાટીદાર આગેવાનો સાથે બેઠક થયાની ચર્ચા 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસ બાકી છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાટીદારોને મનાવવા કવાયત હાથ ધરી છે. ગઇકાલે સુરતમાં જંગી જાહેરસભા અને રોડ-શો બાદ રાત્રે સ્થાનિક પાટીદાર આગેવાનો  ઉધ્યોગકારો સાથે બેઠક કરી હતી. આ સાથે આજે પણ વહેલી સવારે ફરી એકવાર અનેક આગેવાનો સાથે બેઠક કરી હોવાનું સામે આવ્યું છે. તો વળી હજી એકવાર ભાવનગર જતાં પહેલા પણ PM મોદી આગેવાનો સાથે બેઠક કરી શકે છે.

પાટીદારોનાં ગઢ સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમર કસી છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે સુરતમાં જંગી જાહેરસભા અને રોડ-શો કર્યો હતો. જેમાં ભારે જનમેદની ઉમટ્યા બાદ રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જોકે મેગા રોડ-શૉ અને સભા બાદ PM મોદીનું રિયલ મિશન શરૂ થયું છે. વિગતો મુજબ પાટીદારોને મનાવવા PM મોદી અને પાટીદાર આગેવાનો અને ઉધ્યોગકારો સાથે બેઠક યોજાઇ હતી. 

ગઇકાલે રાત્રે અને આજે સવારે પણ યોજાઇ બેઠક 

મહત્વનું છે કે, સુરતને પાટીદારોની ગઢ માનવામાં આવે છે તેવામાં હવે ચૂંટણી પાટીદારોને મનાવવા ખુદ વડાપ્રધાને કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે ગઇકાલે સુરતમાં જંગી રોડ-શો અને સભા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સર્કિટ હાઉસમાં પહોંચ્યા હતા. જ્યાં મોડી રાત્રે પાટીદાર આગેવાનો અને ઉધ્યોગકારો સાથે બેઠક કરી હતી. આ તરફ ગઇકાલે રાત્રે બેઠક બાદ પણ આજે સવારે એક બેઠક કરી હતી. મળતી માહિતી મુજબ આજે સવારે ભાવનગર જતાં પહેલા પણ PM મોદી અને આગેવાનો વચ્ચે બેઠક યોજાઇ હોવાની ચર્ચા છે. 

આજે PM મોદીના પ્રચારનો બીજો દિવસ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ 4 જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે. આજે વડાપ્રધાન રાજકોટ ,અંજાર, પાલીતાણાં, જામનગરમાં જનસભા સબોંધશે. વિગતો મુજબ આજે ભાવનગરના પાલીતાણામાં PM મોદી જનસભા સંબોધશે. કાર્યક્રમ મુજબ ગારિયાધાર રોડ પર 12.15 વાગે, કચ્છના અંજારમાં 2.45 વાગે અંજાર-આદિપુર રોડ પર જનસભાનુ આયોજન કરાયું છે. આ સાથે જામનગરમાં ગોરધનપર ખાતે 4.30 વાગે અને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ સાંજે 6.30 વાગે જનસભા સંબોધશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ