બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / PM Modi's arrival in Ahmedabad watching the final match of Cricket World Cup between India and Australia, see pictures

ગાંધીનગર / ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ નિહાળવા અમદાવાદમાં PM મોદીનું આગમન, જુઓ તસવીરો

Vishal Khamar

Last Updated: 06:15 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી વડાપ્રધાન રાજભવન પહોંચ્યા હતા. જ્યાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને આગામી કાર્યક્રમો પર ચર્ચા થશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર કરાયું સ્વાગત
  • વડાપ્રધાન એરપોર્ટથી સીધા રાજભવન પહોંચ્યા
  • રાજભવન ખાતે મહત્વનાં પ્રોજેક્ટ પર વડાપ્રધાને યોજી સમીક્ષા બેઠક

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમદાવાદ પધાર્યા હતા. ત્યારે એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. જે અંતર્ગત આજે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

અધિકારીઓ વડાપ્રધાનનું અભિવાદન કરી તેઓને આવકાર્યા હતા
આ પ્રસંગે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, એર માર્શલ નર્મદેશ્વર તિવારી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, મેજર જનરલ એસ.એસ વિર્ક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટરપ્રવીણા ડી.કે. સહિતના વરિષ્ઠ અધિકારીઓએ વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ