બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi will give green signal to Be Vande Bharat Express today

Vande Bharat Express / આજે દેશને એકસાથે મળશે બે 'વંદે ભારત' ટ્રેનની ભેટ, PM મોદી આપશે લીલી ઝંડી, જાણો સંપૂર્ણ શિડ્યુલ

Dinesh

Last Updated: 08:28 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vande Bharat Trains: આજે દેશને બે નવી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે, PM મોદી આજે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.

  • પીએમ મોદી આજે બે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
  • સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
  • ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારતને લીલી ઝંડી બતાવશે

 

ભારતીય રેલ્વે વંદે ભારતનું નેટવર્ક વધારવાનું સતત કામ કરી રહ્યું છે. દેશમાં એક પછી એક અલગ-અલગ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ રહી છે. હવે દેશને એક સાથે બે વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આજે એટલે કે 8 એપ્રિલે બે અલગ-અલગ રાજ્યોને વંદે ભારતની ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી 8 અને 9 એપ્રિલે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકના પ્રવાસે છે આ દરમિયાન બે નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. 

સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
PM નરેન્દ્ર મોદી આજે લગભગ 11:45 વાગ્યે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પહોંચશે અને ત્યાંથી સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. તેમજ લગભગ 12:15 વાગ્યે હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે જ્યાંથી તેઓ હૈદરાબાદના એમ્સ બીબીનગરનો, હૈદરાબાદની શિલાન્યાસ કરશે સાથો સાથ તેઓ પાંચ નેશનલ હાઈવે પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. 

ચેન્નાઈ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન
પીએમ મોદી લગભગ 3 વાગ્યે નઈ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તેઓ ચેન્નાઈ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. PM મોદી સાંજે 4 વાગ્યે MGR ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે.આ  કાર્યક્રમ દરમિયાન તેઓ રેલવેના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કરશે. 

મુસાફરીના સમયમાં સાડા ત્રણ કલાકનો ઘટાડો થશે
સિકંદરાબાદ-તિરૂપતિ વંદે ભારત એક્સપ્રેસ આઈટી સિટી, હૈદરાબાદને વેંકટેશ્વરના નિવાસ સ્થાન તિરૂપતિ સાથે જોડવામાં આવશે. આ ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં તેલંગાણાથી શરૂ થનારી આ બીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન બંને શહેરો વચ્ચેના મુસાફરીના સમયમાં લગભગ સાડા ત્રણ કલાકનો ઘટાડો કરશે અને ખાસ કરીને યાત્રાળુઓ માટે ફાયદાકારક નિવડશે. 

MGR ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર એક કાર્યક્રમમાં ચેન્નઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. વડાપ્રધાન તાંબરમ અને સેંગોટાઈ વચ્ચે એક્સપ્રેસ સર્વિસને લીલી ઝંડી આપશે. તેમજ તે તિરુથુરાઈપૂંડી-અગસ્થિયમપલ્લી ડેમુ સેવાને પણ લીલી ઝંડી બતાવશે. જેનાથી કોઈમ્બતુર, તિરુવરુર અને નાગાપટ્ટિનમ જિલ્લાના મુસાફરોને લાભ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ