બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:07 PM, 19 August 2023
ADVERTISEMENT
PM મોદીએ 18 ઑગસ્ટનાં સોશિયલ મીડિયાનાં એક પ્લેટફોર્મ LinkedIn પર પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે ભારતની આર્થિક સ્થિતિ પર કરવામાં આવેલા 2 રિપોર્ટ શેર કર્યાં હતાં. તેમણે કહ્યું કે દેશમાં ન માત્ર લોકોની આવક વધી છે પરંતુ તેમની અનુપાલનતામાં પણ વધારો થયો છે.
ADVERTISEMENT
'લોકોની આવક વધી છે'
PM મોદીએ જે 2 રિપોર્ટસનો ડેટા શેર કર્યો તેમાંનો એક દેશની સૌથી મોટી સરકારી બેંક SBI દ્વારા પબ્લિશ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય પત્રકાર અનિલ પદ્મનાભન દ્વારા કરવામાં આવ્યો છે. SBIની રિસર્ત રિપોર્ટ અંગે PM મોદીએ કહ્યું કે ભારતમાં ITR ફાઈલ કરનારાઓની ટકાવારી છેલ્લાં 9 વર્ષોમાં વધી છે. રિપોર્ટ અનુસાર 2014માં ITR આધારિત સરેરાશ આવક 4 લાખ 40 હજાર રૂપિયા હતી જે 2023માં વધીને 13 લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે છેલ્લાં 9 વર્ષોમાં 8 લાખ 60 હજારનો વધારો જોવા મળ્યો છે.
ITR ફાઈલ કરનારાઓની સંખ્યા વધી
PM મોદીએ અનિલ પદ્મનાભરનની રિપોર્ટ શેર કરતાં લખ્યું કે ભારતમાં ઈનકમ ટેક્સ ફાઈલ કરનારાઓની સંખ્યા વધી છે. પદ્મનાભનની રિપોર્ટ અનુસાર વર્ષ 2013-14માં 5થી 10 લાખ રૂપિયાની આવકવાળા બ્રેકેટમાં આશરે 37 લાખ લોકોએ ITR ફાઈલ કર્યું હતું. જે 2022-23માં 1 કરોડ 10 લાખની ઉપર થયાં છે. જ્યારે 10થી 20 લાખની આવકવાળા બ્રેકેટમાં 2013-14માં 12 લાખ લોકોએ ITR ફાઈલ કર્યું હતું જે 2022-23માં વધીને 45 લાખ થયાં.
અનુપાલન પણ વધ્યું
PM મોદીએ પોસ્ટમાં દાવો કર્યો કે દેશમાં ન માત્ર લોકોની આવક વધી છે પરંતુ અનુપાલન પણ વધ્યું છે. તેમણે કહ્યું કે આ લોકોનાં સરકાર પ્રત્યેનાં વિશ્વાસને પ્રગટ કરે છે. આ ન માત્ર સરકારનાં સામૂહિક પ્રયત્નોને દર્શાવે છે પરંતુ એક રાષ્ટ્રનાં રૂપમાં તેમની ક્ષમતાને પણ દર્શાવે છે. વધતી સમૃદ્ધિ આપણી રાષ્ટ્રીય પ્રગતિ માટે શુભ સંકેત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / અમેરિકાના શેર માર્કેટમાં હાહાકાર, 1000 પોઈન્ટનો કડાકો, જાણો કારણ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.