બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm modi isro visit bengaluru to congratulate scientists after chandrayaan 3 successfully landing

ગળગળા / VIDEO: ISROમાં ભાવુક થઈ ગયા PM મોદી: ચંદ્રયાન 3 ના વૈજ્ઞાનિકોને કર્યું સેલ્યુટ, કહ્યું એ ક્ષણ અમર થઈ ગઈ

Malay

Last Updated: 08:29 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિક્સ સંમેલન અને ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા બેંગલુરુ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોની સાથે મુલાકાત કરી અને તેઓને અભિનંદન પાઠવ્યા.

  • ઈસરો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા પીએમ મોદી 
  • ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા 
  • ઈસરોના વૈજ્ઞાનિકોને મળીને ભાવુક થઈ ગયા PM મોદી 

ગ્રીસથી સ્વદેશ પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને બેંગલુરુ ખાતે આવેલા ઈસરો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સૌથી પહેલા ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ એસ.સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. PM મોદીએ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે થઈ. આ પછી ઈસરોના ચીફ એસ. સોમનાથે પીએમ મોદીને ચંદ્રયાન 3 મિશન વિશે સમગ્ર જાણકારી આપી. તેમણે એ પણ જણાવ્યું કે, લેન્ડર અને રોવર કેવી રીતે કામ કરી રહ્યા છે અને તેઓ આગળ શું કરશે.

મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોએ કર્યું પીએમ મોદીનું સ્વાગત 
જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના કમાન્ડ સેન્ટરના મીટિંગ હોલમાં પહોંચ્યા. આ મિશનમાં સામેલ વૈજ્ઞાનિકો પણ હાજર હતા. જેઓએે મીટિંગ હોલમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધતા ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને ઐતિહાસિક ગણાવ્યું હતું. 

અચાનક જ ભાવુક થઈ ગયા PM મોદી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, હું સાઉથ આફ્રિકામાં હતો અને પછી ગ્રીસ ગયો પણ મારુ મન તો તમારી સાથે જ હતું. તેઓએ હસતાં હસતાં કહ્યું કે, ક્યારેક તો લાગે છે કે તમારી સાથે હું અન્યાય કરું છું, કારણ કે ઉત્સાહ મારો છે ને ભોગવવું તમારે પડે છે. આજે પણ આટલી સવાર સવારમાં મેં તમને બધાને બોલાવી લીધા, તમને તકલીફ પડી હશે, પણ મને એમ હતું કે વહેલામાં વહેલી તકે અહીં આવીને તમને નમન કરું. જે બાદ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા પીએમ મોદી અચાનક ભાવુંક થઈ ગયા. તેઓએ ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોને નમન કર્યું. 

મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું: PM મોદી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં માત્ર ભારતની જ વાત થઈ રહી છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. આપણે જે કર્યું છે, તે આ પહેલા કોઈ કરી શક્યું નથી. આજનું ભારત નિર્ભય અને લડાયક છે. જ્યારે ટચ ડાઉન કંફોર્મ થયું ત્યારે દેશના લોકો ઉછળવા કૂદવા લાગ્યા. દરેક ભારતીય અનુભવી રહ્યા છે કે આ સફળતા તેમની પોતાની છે. આજે પણ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું છે. આજે હું તમારા લોકોની જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે.

ચંદ્રયાન-3ની સફળતા પર દેશને ગર્વઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતા પર દેશને ગર્વ છે. વૈજ્ઞાનિકોનો જુસ્સો પ્રેરણાદાયી છે. આ દરમિયાન તેમણે સ્લોગન આપ્યું- જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન. PM મોદીએ કહ્યું કે, મેં ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યું હતું કે જ્યારે હું બેંગલુરુ આવીશ ત્યારે તમને મળવા ચોક્કસ આવીશ. મારું મન તમારી પાસે આવવા માટે ખૂબ ઉત્સુક હતું. 

ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચ્યા PM મોદી
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. તેઓ ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચ્યા હતા. તેમનું પ્લેન સવારે 6 વાગ્યે HAL એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીંથી પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર પહોંચશે અને સવારે લગભગ 7.30 વાગ્યે ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલનાર વૈજ્ઞાનિકોની ટીમ સાથે મુલાકાત કરશે. એરપોર્ટથી રવાના થતા પહેલા પીએમ મોદીએ સ્વાગતમાં ઉભેલા લોકોને સંબોધિત પણ કર્યા હતા. અહીં પીએમએ જય જવાન, જય કિસાન, જય અનુસંધાનનો નારો આપ્યો હતો. જે બાદ પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર જવા માટે એરપોર્ટથી રવાના થયા હતા.

એરપોર્ટથી ઈસરો હેડક્વાર્ટર સુધી કર્યો રોડ શૉ
જે બાદ પીએમ મોદીએ બેંગલુરુમાં રોડ શૉ કર્યો. તેમને જોવા માટે રસ્તાઓ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોના હાથમાં તિરંગા અને પીએમ મોદીની તસવીરોવાળા પોસ્ટરો હતા. આ દરમિયાન રસ્તાઓ મોદી-મોદીના નારાથી ગુંજી ઊઠ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ