બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi gave green signal to another Vande Bharat train

ભેટ / ન્યૂ ઈન્ડિયાની વધતી રફ્તાર: PM મોદીએ વધુ એક વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યું અમારો સંકલ્પ છે રેલવેનું કાયાકલ્પ

Malay

Last Updated: 05:18 PM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vande Bharat train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશને પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. આ વંદે ભારત ટ્રેન મધ્યપ્રદેશના નાગરિકો માટેની પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે.

 

  • મધ્યપ્રદેશને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ
  • ભોપાલમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન 
  • PM મોદીએ લીલી ઝંડી બતાવી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ હાઈટેક કમલાપતિ રેલવે સ્ટેશન પર પીએમ મોદીએ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે, મધ્યપ્રદેશને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે, જે રાજ્યના લોકોને અનેક સુવિધાઓ આપશે અને રાજ્યના વિકાસનું માધ્યમ બનશે.  

રેલવેથી નાના શિલ્પકારોને ઘણી રાહતઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતીય રેલવે દેશના નાના શિલ્પકારો અને કારીગરોના કામને દેશના દરેક ખૂણા સુધી પહોંચાડવાનું માધ્યમ બની રહ્યું છે. હવે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ ઘણી જગ્યાએ 600 આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાંથી લગભગ 1 લાખ લોકોએ ખરીદી કરી ચૂક્યા છે. 

વંદે ભારત એક્સપ્રેસ યુવા પેઢીમાં બની સુપરહિટ
આજે દેશમાં ઘણા રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. આજે દેશના 6000 સ્ટેશનો પર Wi-Fi લગાવવામાં આવ્યા છે. તો 900થી વધુ સ્ટેશનો પર સીસીટીવી લાગી ચૂક્યા છે. વંદે ભારત એક્સપ્રેસ તો આખા દેશમાં આપણી યુવા પેઢીમાં સુપરહિટ બની ચૂકી છે. આખા વર્ષ દરમિયાન આ ટ્રેનોની સીટો ફુલ જઈ રહી છે. દેશના દરેક ખૂણેથી આ ટ્રેનને ચલાવવાની માંગ કરવામાં આવી રહી છે.

સુવિધા વધારવાનું અભિયાન ચાલી રહ્યું છે ફૂલ સ્પીડમાંઃ PM
પીએમ મોદીએ કહ્યું કે, પહેલા સાંસદો કહેતા હતા કે ફલાણી ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ આજે મને ગર્વ થાય છે, જ્યારે સાંસદો માંગ કરી રહ્યા છે કે અમારે ત્યાં પણ વંદે ભારત ટ્રેનને વહેલી તકે ચાલુ કરવામાં આવે. રેલવે મુસાફરોની સુવિધા વધારવાનું અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. 

'મધ્ય પ્રદેશમાં રેલવેનું બજેટ 13 હજાર કરોડ રૂપિયાથી વધુ'
પીએમે કહ્યું કે, દેશના બજેટમાં રેલવે માટે રેકોર્ડ રકમ ફાળવવામાં આવી છે. પહેલા સંસદમાં રેલવેના વિકાસની વાત થતાં જ ખોટની વાતો થતી હતી, પરંતુ જો વિકાસની ઈચ્છાશક્તિ હોય અને નિયત સાફ હોય તો નવા રસ્તા નીકળે છે. પીએમ મોદીએ કહ્યું કે, દર વર્ષે  રેલવેના બજેટને હંમેશા વધારવામાં આવ્યું છે. હવે MPનું રેલવે બજેટ 13 હજાર કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે 2014 પહેલા માત્ર 600 કરોડ રૂપિયાનું રેલવે બજેટ હતું. 

રેલવેનું થઈ રહ્યું છે આધુનિકરણઃ વડાપ્રધાન મોદી
PM એ કહ્યું કે આજે રેલવેમાં કેવી રીતે આધુનિકરણ થઈ રહ્યું છે તેનું એક ઉદાહરણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ છે. દેશના એક યા બીજા ભાગમાં રેલ નેટવર્કનું 100% વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે, આ 11 રાજ્યોમાં મધ્યપ્રદેશ પણ સામેલ છે. વર્ષ 2014 પહેલા 600 કિલોમીટરનું વિદ્યુતીકરણ થતું હતું, હવે 6000 કિલોમીટરનું વિદ્યુતીકરણ થઈ રહ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ