બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / pm modi arrives egypt on two day state visit welcomed at the airport by prime minister mostafa madbouly

VIDEO / 'વંદે માતરમ' અને 'મોદી-મોદી'ના નારા...ઈજિપ્તની રાજધાની કાહિરા ખાતે PM મોદીનું 'શોલે'ના ગીત સાથે ઉષ્માભર્યું સ્વાગત

Malay

Last Updated: 08:01 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Egypt visit: કાહિરા એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. એરપોર્ટ પર પરંપરાગત બેન્ડ વગાડીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

 

  • PM મોદી બે દિવસના ઈજિપ્તના પ્રવાસે
  • કાહિરા એરપોર્ટ ખાતે કરાયું ભવ્ય સ્વાગત
  • હોટલની બહાર લાગ્યા 'મોદી-મોદી'ના નારા
  • ઇજિપ્તની મહિલાએ ગાયું 'શોલે'નું લોકપ્રિય ગીત 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા બાદ હવે શનિવારે બે દિવસના પ્રવાસે ઈજિપ્ત પહોંચી ગયા છે. ઈજિપ્તની રાજધાની કાહિરા ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ઈજિપ્તના PM મુસ્તફા મૈડબોલી પહોંચ્યા હતા, તેમના દ્વારા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પરંપરાગત બેન્ડ વગાડીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 

કાહિરા પહોંચ્યા બાદ PM મોદીએ કર્યું ટ્વિટ
વાસ્તવમાં રાષ્ટ્રપતિ અલ-સિસીના આમંત્રણ પર પીએમ મોદી ઈજિપ્તના બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે. આ 26 વર્ષોમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની પહેલી દ્વિપક્ષીય યાત્રા છે. વડાપ્રધાન મોદીએ કાહિરા પહોંચ્યા બાદ ટ્વિટ કર્યું, "મને વિશ્વાસ છે કે આ મુલાકાતથી ઇજિપ્ત સાથે ભારતના સંબંધો મજબૂત થશે. હું રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે વાતચીત કરવા અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઉત્સુક છું.  એરપોર્ટ પર મારું સ્વાગત કરવાના વિશેષ ભાવ માટે હું વડાપ્રધાન મુસ્તફા મૈડબોલીનો આભાર માનું છું. ભારત-ઇજિપ્તના સંબંધો ખીલે અને આપણા દેશના લોકોને લાભ મળે."

ફિલ્મ 'શોલે'ના ગીતથી કરાયું સ્વાગત
એરપોર્ટથી વડાપ્રધાન મોદી જ્યારે હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ ભારતીય તિરંગો લહેરાવીને 'મોદી, મોદી' અને 'વંદે માતરમ'ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. સાડી પહેરેલી ઈજિપ્તની એક મહિલાએ ફિલ્મ 'શોલે'નું લોકપ્રિય ગીત 'યે દોસ્તી હમ નહીં છોડેંગે' ગાઇને પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ દરમિયાન પીએમ મોદી ગીતને પ્રશંસાત્મક ભાવ સાથે સાંભળતા જોવા મળ્યા અને તેમણે આ સમય દરમિયાન આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું જ્યારે મહિલાએ કહ્યું કે તેઓને હિન્દી ઓછું આવડે છે અને તેઓ ક્યારેય ભારત નથી આવ્યા. આ પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોઈને ખબર પણ નહીં પડે કે તમે ઈજિપ્તની દીકરી છો કે હિન્દુસ્તાનની દીકરી.

ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત
પીએમ મોદી રવિવારે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન તેમના સમકક્ષ  મૈડબોલીના નેતૃત્વમાં ઇજિપ્તની કેબિનેટના ભારતીય એકમ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચામાં ભાગ લેશે. આ પછી પીએમ મોદી ઈજિપ્તના ગ્રાન્ડ મુફ્તી ડૉ. શૌકી ઇબ્રાહિમ અબ્દેલ-કરીમ અલ્લામ સાથે મુલાકાત કરશે. રવિવારે જ પીએમ મોદી 11મી સદીની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ