બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm kisan yojana then may have to go to jail for this reason

કામની વાત / જો તમે લઇ રહ્યાં છો PM કિસાન યોજનાનો લાભ, તો પહેલાં આ જાણી લેજો નહીંતર ખાવી પડશે જેલની હવા! જાણો કારણ

Bijal Vyas

Last Updated: 06:20 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાન યોજનામાં અનેક તેવા ખેડૂતો સામેલ છે, જો આ યોજનાના નિયમ અને શરતોને માન્ય નથી રાખી રહ્યા અને આ યોજનાનો લાભ ઉઠાવે છે, તેવા સામે સરકાર એક્શન મોડમાં...

  • પીએમ કિસાન યોજના હેઠળ 1 વર્ષથી 3 હપ્તામાં ખેડૂતોના 6,000 રુપિયાની આર્થિક સહાયતા કરે છે
  • દર 4 મહિને ખેડૂતોના એકાઉન્ટમાં 2,000 રુપિયા ટ્રાંસફર કરવામાં આવે છે
  • સરકારે અપાત્ર ખેડૂતો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો જાહેર કર્યા છે

સરકાર દ્વારા ચાલવામાં આવી રહેલી પીએમ કિસાન યોજના હેઠળ 1 વર્ષથી 3 હપ્તામાં ખેડૂતોના 6,000 રુપિયાની આર્થિક સહાયતા કરે છે. દર 4 મહિનામાં ખેડૂતોના એકાઉન્ટમાં 2,000 રુપિયા ટ્રાંસફર કરવામાં આવે છે. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે, તો તમારા માટે જરુરી ખબર છે. પીએમ કિસાન યોજનામાં અનેક તેવા ખેડૂતો સામેલ છે, જો આ યોજનાના નિયમ અને શરતોને માન્ય નથી રાખી રહ્યા અને આ યોજનાનો લાભ ઉઠાવે છે. 

Topic | VTV Gujarati

સરકારે આવા અપાત્ર ખેડૂતો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો જાહેર કર્યા છે. સરકાર હવે આ અયોગ્ય ખેડૂતો પાસેથી પૂરા પૈસા વસૂલ કરી રહી છે. હવે તેમને પીએમ કિસાન યોજનામાંથી પણ બહારનો રસ્તો બતાવવામાં આવશે. રાજ્ય સરકારોએ ખોટી રીતે હપ્તા વસૂલનારાઓ પાસેથી નાણાં વસૂલવાનું કામ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 13મો હપ્તો જાહેર થયા બાદથી દેશભરના કરોડો ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તેમની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. ભારત સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે.

પરત કરવી પડશે હપ્તાની રકમ 
જો તમારા ઘરમાં પણ એક જ જમીન પર પરિવારના એક કરતા વધુ સભ્યો પીએમ કિસાન હેઠળ હપ્તા લેતા હોય, તો તમારે 2000 રૂપિયાના હપ્તાના પૈસા પરત કરવાના રહેશે. ધારો કે એક પરિવારમાં જો માતા, પિતા, પત્ની અને પુત્ર એક જ જમીન પર પીએમ કિસાનના હપ્તા મેળવી રહ્યાં છે, તો તેમણે સરકારને પૈસા પરત કરવા પડશે. નિયમો અનુસાર, પીએમ કિસાન હેઠળ પરિવારના માત્ર એક સભ્યને જ હપ્તો મળી શકે છે. તેની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવી શકે છે અને આવા કેસમાં તેને જેલ પણ જવું પડી શકે છે.

Topic | VTV Gujarati

બનાવટી કેસનો છે મામલો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં બે વર્ષ પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી સામે આવી હતી. જેમાં 17,000 જેટલા અયોગ્ય ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને આશરે 25 કરોડની છેતરપિંડી કરી હતી. હવે આ બનાવટી વધીને 43 કરોડ સુધી પહોંચી ગઈ છે. 53 હજાર ખેડૂતોએ નકલી પદ્ધતિથી નોંધણી કરાવીને આ રકમ મેળવી છે. પીએમ કિસાન હેઠળ નાણાં લેનારા અયોગ્ય ખેડૂતોએ નાયબ કૃષિ નિયામકની કચેરીમાં રોકડમાં નાણાં જમા કરાવવાના રહેશે. પૈસા જમા કરાવવા પર તેમને રસીદ મળશે. પૈસા આપ્યા બાદ પોર્ટલ પરથી ખેડૂતનો ડેટા પણ કાઢી નાખવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ