બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / PM Kisan samman nidhi Yojana 14 installment release date

તમારા કામનું / PM Kisan Yojanaના લાભાર્થીઓ માટે ગુડ ન્યુઝ, આ મહિને એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકે છે 14મો હપ્તો!

Arohi

Last Updated: 12:26 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Yojana: આવતા 2-3 મહિનામાં PM કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર થવાનો છે. પરંતુ ઘણા ખેડૂતોને અત્યાર સુધી વેરિફિકેશનનું કામ પુરૂ નથી થયું. આ વચ્ચે ખેડૂત પોતાના લાભાર્થી સ્ટેટસ પણ ચેક કરી રહ્યા છે.

  • ખેડૂતો માટે સરકાર ચલાવે છે કિસાન યોજના 
  • અત્યાર સુધી સરકારે ખેડૂતોને આપ્યા છે 13 હપ્તામાં પૈસા  
  • જાણો ક્યારે આવી શકે છે 14માં હપ્તાના પૈસા 

કેન્દ્ર સરકારની ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. તેના હેઠળ આજે દેશના કરોડો ખેડૂતોને ઘરે બેઠા 6000 રૂપિયાની મદદ મળે છે. આ રકમથી ખેડૂત પરિવારના વ્યક્તિગત ખર્ચા અથવા ખેતી સાથે જોડાયેલા નાના-મોટા ખર્ચમાં કરી શકે છે. 

PM કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 13 હપ્તા ટ્રાન્સફર કરી દેવામાં આવી ચુક્યા છે. આવતા 2થી 3 મહિનાની અંદર ખેડૂતોને 14મો હપ્તો 2,000 રૂપિયામાં પણ મળી જશે. એટલે કે આ ઉપરથી અંદાજો લગાવી શકાય કે જુન કે જુલાઈમાં 14માં હપ્તાના પૈસા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ આ પહેલા ખેડૂત ભાઈઓને પોતાની પાત્રતા સિદ્ધ કરવા માટે વેરિફિકેશન કરાવવું જરૂરી છે. 

કેઈ રીતે કરાવશો વેરિફિકેશન? 
PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને હવે આવતો હપ્તો મેળવવા માટે પાત્રતા સિદ્ધ કરવી પડશે. તેના માટે સરકાર ઈ-કેવાયસીની પ્રક્રિયાને જરૂરી કરી દીધી છે. 

ઈ-કેવાઈસી કરવા માટે તમારા નજીકના ઈ-મિત્ર કેન્દ્ર અથવા ઓફિશિયલ વેબસાઈટ  pmkisan.gov.in પર ઓનલાઈન ઈ-કેવાઈસી કરી શકો છો. 

સન્માન નિધિના લાભાર્થી બની રહેવા માટે ખેડૂતોને પોતાની જમીનનું રજીસ્ટ્રેશન પણ કરવવાનું રહેશે. આ પ્રક્રિયાને લેન્ડ સીડિંગ નામ આપવામાં આવ્યું છે. સાથે જ ખેડૂતોને આધાર સીડિંગ કરાવવું પણ જરૂરી છે. 

આ દસ્તાવેજ છે જરૂરી 
ઘણા ખેડૂત શરૂઆતથી જ સન્માન નિધિના હપ્તાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે ઘણા ખેડૂત આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ડિટેલ્સના આધાર પર PM કિસાન યોજનામાં શામેલ થયા હતા.

પરંતુ હવે ખેડૂતોને પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો, પોતાનું પ્રમાણ પત્ર, જમીનના કાગળ, નાગરિકતા પ્રમાણ પત્ર અને નવા ખેડૂતોને પોતાના રાશન કાર્ડ ડિટેલ શેર કરવું જરૂરી છે. 
 

સ્ટેટસ ચેક કરો 
PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં જે પણ કિસાન અપાત્ર છે. તેમનું નામ હટાવવામાં આવી રહ્યું છે. આ દસ્તાવેજ અને યોજનાના નિયમોના આધાર પર નિર્ધારિત કરવામાં આવે છે. આજ કારણ છે કે ખેડૂતોને સમય સમય પર લાભાર્થી યાદીમાં પોતાનું નામ ચેક કરવા માટે કહેવામાં આવે છે. 

આ માટે ઓફિશ્યલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. હોમ પેજ પર Farmers Cornerના સેક્શનમાં જાઓ અને Beneficiary Statusના વિકલ્પ પર ક્લિક કરો. અહીં ખેડૂતોને પોતાનું રજીસ્ટ્રેશન નંબર નોંધવો જરૂરી છે. અહીં ખેડૂત સમય સમય પર લાભાર્થી સ્ટેટસ તપાસી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ