બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / pm awas yojna fraud keep these things in mind otherwise you will become victim of fraud

કામની વાત / એલર્ટ! PM આવાસ યોજનાનો લાભ લેતા પહેલાં આટલું જાણી લેજો, નહીં તો છેતરાઇ જશો

Arohi

Last Updated: 04:29 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Awas Yojna: PM આવાસ યોજનાના નામ પણ ઘણા ફ્રોડ થઈ રહ્યા છે. એવામાં તમને સાચી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. છેતરપિંડીથી બચવા માટે આ વાતોને ખાસ જાણી લો

  • PM આવાસ યોજનાને લઈને જાણી લો આ વાત 
  • આવાસ યોજનાના નામ પર ન થઈ જાય છેતરપિંડી 
  • નહીં તો લાગી શકે છે મોટો ચુનો 

દેશમાં ગરીબ લોકોને ઘર આપવા માટે ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સંચાલન કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર સરકારની એક મહત્વકાંક્ષી સ્કીમ છે. તેના હેઠળ આર્થિક રીતે કમજોર લોકોને સરકાર મકાન બનાવવા માટે આર્થિક સહાય પ્રદાન કરી રહી છે. દેશમાં મોટા પાયે લોકો કેન્દ્ર સરકારની આ શાનદાર સ્કીમનો લાભ ઉઠાવીને પોતાનું ઘર બનાવવાનું સપનું સાકાર કરી રહી છે. 

તો શું તમને આ વિશે ખબર છે કે હાલ ભારત સરકાર દ્વારા ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. જો તમે તેના વિશે નથી જાણતા તો આ ખબર ખાસ તમારા માટે છે. 

આવાસ યોજનાના નામે થઈ રહ્યો છે ફ્રોડ
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગયા વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે જોડાયેલા ઘણા ફ્રોડ સામે આવ્યા છે. ફ્રોડે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર લોકોની સાથે ફ્રોડ કરવાની એક રીત શોધી કાઢી છે. 

આ રીતે કરવામાં આવી રહ્યું છે ફ્રોડ 
તેમાં સૌથી પહેલા લોકોને કોલ કરીને કહેવામાં આવે છે કે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારી બોલી રહ્યા છે. તેના બાદ તે ફોન પર લોકોને જણાવે છે કે તેમનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજનાની લિસ્ટમાં આવ્યું છે અને તેમને ઘર બનાવવા માટે 1.20 લાખ રૂપિયા મળશે. 

વધુ વાંચો: હવેથી ઘર ખરીદનારાઓને તકલીફ નહીં પડે, રિફન્ડ સિસ્ટમને લઇ સામે આવ્યાં ગુડ ન્યુઝ

તેના બાદ આ ફ્રોડ લોકોને આ યોજનાનો લાભ લેવાના નામ પર અમુક પૈસા જમા કરવા માટે કહે છે. ઘણા ભોળા લોકો ફ્રોડની વાતોમાં ફસાઈ જાય છે અને ફ્રોડના ખાતામાં પૈસા મોકલી દે છે. તમારે આ પ્રકારના ફ્રોડથી બચીને રહેવાનું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે જોડાયેલી મોટાભાગની જાણકારી માટે તમે તેની ઓફિશ્યલ વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ