બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Pink colored water was seen in the bay area from Subhashnagar area to Karli bridge in Porbandar

ચોંકાવનારી ઘટના / પોરબંદરના ખાડી વિસ્તારનું પાણી એકાએક ગુલાબી થઈ જતા સ્થાનિકો ચોંકી ઉઠ્યા, હવે રિપોર્ટ પર સૌની નજર

Dinesh

Last Updated: 04:26 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં સુભાષનગર વિસ્તારથી કરલીના પુલ સુધી ખાડી વિસ્તારમાં ગુલાબી રંગનું પાણી જોવા મળતા નાગરિકો પણ ચોંકી ઉઠ્યા હતા.

  • ખાડીમાં પાણીનો જોવા મળ્યો ગુલાબી રંગ
  • પાણીના નમૂના લઈ તપાસ માટે મોકલાયા
  • રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણી શકાશે


પોરબંદરના સુભાષનગર વિસ્તારથી કરલીના પુલ સુધી ખાડી વિસ્તાર આવેલો છે. આ ખાડીમાં ખારા પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે અને ચેરના વૃક્ષોનું જંગલ પણ જોવા મળી રહ્યું છે. પરંતુ છેલ્લા 2 દિવસથી ખાડીમાં ગુલાબી રંગનું પાણી જોવા મળતા નાગરિકો પણ ચોંકી ઉઠ્યા હતા. જુબેલી પુલથી ખાડીને જોતા સમગ્ર ખાડી ગુલાબી રંગે રંગાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે વેટ લેન્ડ પર સંશોધન કરનારા તજજ્ઞોએ જણાવ્યું હતું કે ખારા અને મીઠા પાણીનો સંગમ જે જગ્યાએ થાય છે ત્યાં રેડ અલગી નામની લિલનું પ્રમાણ વધુ હોય છે.

રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે
તજજ્ઞોએ કહ્યું કે, જ્યારે ગરમીના સમયે આ લિલમાંથી  ગુલાબી રંગના દ્રવ્યો છૂટા પડતા હોય છે. જેથી પાણીનો રંગ ગુલાબી થઈ જતો હોય છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે પાણીનું રંગ બદલવાની જાણ થતા જ પાણીના નમૂના મંગાવવામાં આવે છે અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનો રંગ બદલવાનો સાચું કારણ જાણી શકાશે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે શું કહ્યું?
આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને પૂછતા જાણવા મળ્યું કે પાણીનો રંગ બદલાય એની જાણ થતાં જ અલગ અલગ સ્થળોએથી તેમનું સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલાવવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ જ રંગ બદલવાનું સાચું કારણ સામે આવશે પરંતુ ખાડીનું પાણી ગુલાબી થવાનું મુખ્ય કારણ હવામાનમાં થતા ફેરફારને કારણે થાય છે અને આવી ઘટના ભૂતકાળમાં અનેક વખત સામે આવી છે.

તજજ્ઞોએ શું કહ્યું?
તજજ્ઞો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ખારા પાણીમાં લાલ રંગની લિલનું પ્રમાણ વધવાથી આ પાણીનો રંગ ગુલાબી થઇ શકે છે. વેટલેન્ડમાં દર વર્ષે આવતા હજારો ફ્લેમિંગો પક્ષી જે ઝૂપ્લાંકટોન થાય છે તે ઝૂપ્લાંકટોન આ લાલ રંગની ફૂગ ઉપર નભે છે જેથી ફ્લેમિંગોને પણ લાલ અને ગુલાબી રંગ મળે છે. ઝૂપ્લાંકટોન, નાના તરતા અથવા નબળા સ્વિમિંગ સજીવો કે જે પાણીના પ્રવાહો સાથે વહે છે અને ફાયટોપ્લાંકટોન સાથે પ્લાન્કટોનિક ખોરાકનો પુરવઠો બનાવે છે જેના પર લગભગ તમામ સમુદ્રી જીવો આખરે નિર્ભર હોય છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ