બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Pilgrims' cars returning from Adi Kailas darshan in Pithoragarh plunged into the valley

BIG BREAKING / પિથોરાગઢમાં અકસ્માત: આદિ કૈલાસના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની કાર ખીણમાં ખાબકી, ડ્રાઇવર સહિત 6ના મોત

Priyakant

Last Updated: 10:48 AM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pithoragarh News: ઉત્તરાખંડના પિથોરાગઢમાં ટેક્સી ખીણમાં પડતાં ડ્રાઈવર સહિત 6 લોકોના મોત, પોલીસ અને SDERFની ટીમે મોડી રાત સુધી તમામ મુસાફરોની શોધખોળ ચાલુ રાખી

  • ઉત્તરાખંડના પિથોરાગઢથી એક મોટી દુર્ઘટનાના સમાચાર 
  • આદિ કૈલાશ દર્શન કરી પરત ફરતી વખતી ટેક્સી ખીણમાં પડી 
  • ટેક્સીમાં ડ્રાઈવર સહિત 6 લોકોના મોતના સમાચાર

Pithoragarh News : ઉત્તરાખંડના પિથોરાગઢથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આદિ કૈલાશ દર્શન કરી પરત ફરતી વખતી અહીં એક ટેક્સીને ધારચુલાના લખનપુર વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. વિગતો મુજબ આ ટેક્સી કાર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ તરફ ટેક્સીમાં ડ્રાઈવર સહિત 6 લોકો સવાર હતા અને તે બધાના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને SDERFની ટીમે મોડી રાત સુધી તમામ મુસાફરોની શોધખોળ ચાલુ રાખી હતી, પરંતુ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બચાવ કામગીરી અટકાવવી પડી હતી. એસડીઆરએફની ટીમે બુધવારે સવારથી બચાવ કાર્ય ફરી શરૂ કરી દીધું છે.  

પિથોરાગઢના ધારચુલાના લખનપુર વિસ્તારના પાંગલામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં આદિ કૈલાશ દર્શનથી પરત ફરી રહેલી ટેક્સી ઉંડી ખાઈમાં પડી હતી. પિથોરાગઢના પોલીસ અધિક્ષક લોકેશ્વર સિંહે જણાવ્યું કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે શ્રદ્ધાળુઓ આદિ કૈલાશના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મંગળવારે રાત્રે 2.30 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં ટેક્સીમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તેમણે કહ્યું કે, અંધકાર અને પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને કારણે રાત્રે મૃતદેહોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ શક્યું નથી. બુધવારે સવારથી સર્ચની કામગીરી શરૂ કરવામાં આવશે. 

પોલીસ અને SDERFની ટીમ તપાસમાં લાગી 
ઉત્તરાખંડ પોલીસ અને SDERFની ટીમે મોડી રાત સુધી શ્રદ્ધાળુઓના મૃતદેહોની શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો મળ્યો ન હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેક્સીમાં મુસાફરી કરી રહેલા કોઈપણ ભક્તના બચવાની કોઈ આશા નથી.
 
અકસ્માત ગ્રસ્ત કારની પાછળની કારના મુસાફરોએ શું કહ્યું ? 
પાછળ મુસાફરી કરી રહેલા કારના મુસાફરોએ આપેલી માહિતી મુજબ અકસ્માતમાં સામેલ ટેક્સીની બરાબર પાછળ બીજી કાર દોડી રહી હતી. તેણે કાર પર કાબુ ગુમાવતા અને ખાડામાં પડતા જોયા. જે બાદ તેઓએ પોલીસને અકસ્માત અંગે જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર મોબાઈલ સિગ્નલ ન હોવાને કારણે તાત્કાલિક માહિતી આપી શક્યા ન હતા. મુસાફરો ધારચુલા પહોંચ્યા અને અકસ્માતની જાણ કરી ત્યારબાદ પોલીસ અને પ્રશાસન સાથે SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.

વાહનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો બેંગલુરુના રહેવાસી
અકસ્માતગ્રસ્ત ટેક્સીમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ બેંગલુરુના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. ITBP તરફથી પોલીસને મળેલી નામોની યાદીના આધારે આ વાત સામે આવી છે. બેંગ્લોરના રહેવાસી આદિ કૈલાશ યાત્રી સત્યવર્ધ પરિધા, નીલપા આનંદ, મનીષ મિશ્રા અને પ્રજ્ઞા વારસમ્યા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. હિમાંશુ કુમાર અને વીરેન્દ્ર કુમાર સ્થાનિક રહેવાસી હોવાનું કહેવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ