બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PF account holder should know this rule of Aadhaar card before withdrawing money

તમારા કામનું / PF એકાઉન્ટ ધારક પૈસા ઉપાડતા પહેલા આધાર કાર્ડનો આ નિયમ જાણી લેજો, નહીં તો ઊભી થશે મુશ્કેલી

Pooja Khunti

Last Updated: 03:06 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો નોકરી કરતા હોય છે તેમનું પીએફ એકાઉન્ટ હોય છે. જો કોઈ પણ કારણોસર તમારું આધાર તમારા નંબર સાથે લિંક નહીં હોય તો તમને આ પીએફ રકમ ઉપાડવામાં સમસ્યા થઈ શકે છે.

  • આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરાવી લેવો
  • પીએફ ખાતામાંથી રકમ ઉપાડવામાં સમસ્યા થઈ શકે 
  • સૌપ્રથમ તમારે નજીકનાં આધાર સેવા કેન્દ્ર પર જવું

જે લોકો નોકરી કરતા હોય છે તેમનું પીએફ એકાઉન્ટ હોય છે. આ પીએફ એકાઉન્ટનું સંચાલન એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઇપીએફઓ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ કર્મચારીઓનાં પીએફ ખાતા ખોલવામાં આવે છે અને ત્યારબાદ દર મહિને કર્મચારીનાં પગારમાંથી એક ચોક્કસ રકમ જમા કરવામાં આવે છે. કંપની પણ તે જ રકમ કર્મચારીનાં ખાતામાં જમા કરાવે છે. કર્મચારી નોકરી વચ્ચે અથવા નોકરી છોડ્યા પછી આ રકમ તેના ખાતામાંથી ઉપાડી શકે છે. જો કોઈ પણ કારણોસર તમારું આધાર તમારા નંબર સાથે લિંક નહીં હોય તો તમને આ રકમ ઉપાડવામાં સમસ્યા થઈ શકે છે. તેના માટે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરાવી લેવો જોઈએ. 

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરાવવો તે જાણતા પહેલા એ જાણી લો કે આ કરાવવું શું કામ જરૂરી છે. જ્યારે તમે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડો છો ત્યારે તમારા આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવે છે. આ ઓટીપીને દાખલ કર્યા પછી પ્રક્રિયા પૂરી થાય છે પરંતુ જો આધાર કાર્ડ સાથે નંબર લિંક ન હોય તો ઓટીપી નથી આવતી. 

વાંચવા જેવું: પ્રાઇવેટ ફોટોઝ કે ચેટ થઈ જશે લીક! તમારા ફોનમાંથી આજે જ ડિલીટ કરો આ એપ્સ, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે

આધાર સાથે મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો 

સ્ટેપ 1 

  • જો કોઈ પણ કારણોસર તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી અથવા પહેલાનો નંબર કોઈ કારણસર બંધ થઈ ગયો છે તો તમે તમારો નવો નંબર અપડેટ કરાવી શકો છો. 
  • તેના માટે સૌપ્રથમ તમારે નજીકનાં આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. 

સ્ટેપ 2 

  • ત્યાં આગળ જઇ કરેક્શન ફોર્મ લેવાનું છે. 
  • તે ફોર્મને ભરો, તેમાં તમારું પૂરું નામ લખો, આધાર નંબર અને મોબાઈલ નંબર લખો જેને તમે અપડેટ કરવા માંગો છો. 

સ્ટેપ 3 

  • આ ભરેલા ફોર્મને સંબંધિત અધિકારીને જમા કરાવી દો. 
  • ત્યારબાદ તમારું બાયોમેટ્રિક થશે અને મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવશે. 
  • થોડા દિવસોની અંદર તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે, ત્યારબાદ તમે તેનો ઉપયોગ પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે કરી શકશો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ