બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / petrol pump scam alert how a full tank can make a dent in your pocket

VIDEO / પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવતા હોવ તો ચેતજો! આ રીતે તમને 'ફૂલ' બનાવે છે કર્મચારી, જુઓ VIDEO

Manisha Jogi

Last Updated: 01:27 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાના ચક્કરમાં અનેક વાર લાપરવાહી થઈ જાય છે. આંખો અને ગણિતની લાપરવાહી થઈ જાય છે. જે બાબતે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાના ચક્કરમાં લાપરવાહી
જાણો, કેવી રીતે ચૂનો લગાવવામાં આવે છે
ટાંકી ફૂલ, પણ ખિસ્સુ ખાલી

પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવાના ચક્કરમાં અનેક વાર લાપરવાહી થઈ જાય છે. જેના કારણે ખિસ્સુ ખાલી થઈ જાય છે. આંખો અને ગણિતની લાપરવાહી થઈ જાય છે. જે બાબતે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ટાંકી ફૂલ, પણ ખિસ્સુ ખાલી
તમે પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા માટે જાવ છો. પેટ્રોલ પંપ પર ઝીરો બતાવીને પેટ્રોલ ભરવાનું ચાલુ કરવામાં આવે છે. અચાનકથી 2-4 લીટર પેટ્રોલ ભરાઈ ગયા પછી મશીન બંધ કરે છે અને કહે છે કે, 500 રૂપિયાનું પેટ્રોલ ભરાઈ ગયું છે. તમે સામે કહો છો કે, ટાંકી ફૂલ કરવાનું કહ્યું હતું, 500 રૂપિયાનું પેટ્રોલ નાખવાનું નહોતું કહ્યું. 

સામે કર્મચારી સોરી કહે છે અને ટાંકી ફૂલ કરવાનું કહે છે. ટાંકી ફૂલ કરીને અગહાઉના 500 રૂપિયા એડ કરીને તમારી પાસેથી પૈસા લે છે. અહીંયા સુધી બધુ નોર્મલ લાગશે, પરંતુ તમને 500 રૂપિયાનો ચૂનો લાગી શકે છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ બાબત જણાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ માત્ર એક ઉદાહરણ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CarSutra (@carsutraofficial)

તમારી ગાડીની ટાંકી ક્ષમતા 2,000 રૂપિયાની છે. પહેલા 500 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું અને ટાંકી ફૂલ કર્યા પછી બીજા 2,000નું પેટ્રોલ નાખ્યું. જેથી તમારે 2,500 રૂપિયા આપવા પડ્યા. સામાન્ય રીતે ટાંકીમાં કેટલું પેટ્રોલ ભરાઈ શકે છે, તેના પર કોઈ ધ્યાન આપતું નથી. તમારે 2,500 રૂપિયા કેવી રીતે આપવા પડ્યા, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

500 રૂપિયાનું પેટ્રોલ ભર્યું તો મીટર ઝીરોથી શરૂ થવું જોઈએ. આ પ્રકારે બિલકુલ થતું નથી અને 500 રૂપિયાથી મીટર શરૂ થાય છે. આ મીટર ઝીરોથી શરૂ થયુ હોત તો 1,500 રૂપિયા પર અટકી ગયું હોત, જેથી કુલ 2,000 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું હોત. જેથી તમને 500 રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો. તમને મનમાં સવાલ થતો હશે કે, આ આખી રમત ફુલ ટાંકી પર થાય છે. નાની રકમ પર પણ આ પ્રકારની ગેમ રમવામાં આવે છે, પરંતુ તે થોડુ મુશ્કેલ હોય છે અને ઝડપથી હિસાબ થઈ જાય છે. પેટ્રોલ પંપ પર ઝીરોની સાથે સાથે ડેન્સિટી પણ જોવો અને જેટલું પેટ્રોલ નાખવામાં આવ્યું તેટલું જ પેમેન્ટ કરો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ