બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Petrol Diesel will be cheaper after LPG! Modi government will give relief in election year

એંધાણ / LPG બાદ સસ્તા થશે પેટ્રોલ-ડીઝલ ! ચૂંટણી વર્ષમાં મોદી સરકારનો મેગા પ્લાન, બીજું ઘણું પ્રાયોરિટીમાં

Kishor

Last Updated: 10:38 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ આવ્યો નથી. પરંતુ હાલ ચૂંટણીના વર્ષને લઈને મોદી સરકાર LPG ગેસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.

  • લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ ન આવ્યો 
  • LPG ગેસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાના સંજોગો
  • પેટ્રોલ, ડીઝલ પરના ટેક્સમાં થઇ શકે છે ઘટાડો

મોંઘવારીને લઈને મોદી સરકાર સૌથી વધુ બદનામીનો માર ભોગવી રહી છે. વિપક્ષ દ્વારા પણ છાસવારે સરકારને મોંઘવારી મામલે ઘેરવાના પ્રયાસો કરાયા હતા. ત્યારે હાલ ચૂંટણી વર્ષને લઈને સરકાર દ્વારા રક્ષાબંધન અગાઉ જ LPGમાં સિલિન્ડર દીઠ 200 રૂપિયા ઘટાડવાનું એલાન કર્યું છે. મોંઘવારીનો માર ખમતી પ્રજા માટે આ ખૂબ જ રાહતરૂપ સમાચાર છે. ત્યારબાદ હવે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ ઘટાડો કરવાની દિશામાં વિચારણા કરી રહી હોય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

PM મોદી આજે ઇન્ડોનેશિયાની મુલાકાતે: માત્ર 45 કલાકમાં 20 કાર્યક્રમોમાં થશે  સામેલ, વિશ્વના 10 દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત | today pm narendra modi  visit ...

અગાઉ સરકારે ટેક્સમાં કર્યો હતો ઘટાડો
મહત્વનું છે કે ઘણા લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઉતાર-ચડાવ જોવા મળ્યો નથી. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લગાવવામાં આવતા ટેક્સમાં ઘટાડો કરવાનું એલાન કરવામાં આવે તો નવાઈ નહીં? 2022 ની યુપી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારે દિવાળીના સમયે પેટ્રોલ- ડીઝલ પર લગાવતા ટેક્સમાં ઘટાડો કર્યો હતો.

કોઈ મોટું પગલું ઉઠાવવામાં આવે તો નવાઈ નહી

થોડા દિવસો અગાઉ ટામેટાના ભાવ કિલો દીઠ 200 થી 250 સુધી પહોંચતા સામાન્ય માણસની જીવન સાયકલમાં અનેક વિઘ્નો આવ્યા હતા. ત્યારબાદ સરકારે એલર્ટ બની નેપાળથી ટામેટા આયાત કરવાની નોબત આવી હતી. ત્યારબાદ સરકારના પ્રયાસોને પગલે ટમેટાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે જુલાઈમાં મોંઘવારી દર 7.44 ટકા હતો જે છેલ્લા 15 મહિનામાં સૌથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વધતી મોંઘવારીને લઈને સરકાર પણ પરેશાનીમાં છે. ત્યારે આ મામલે જહેમતશીલ સરકાર દ્વારા કોઈ મોટું પગલું ઉઠાવવામાં આવે તેવું જાણવા મળી રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ