બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / petition filed supreme court ban the kerala story film refused early hearing

ફિલ્મ વિવાદ / 'The Kerala Story' રિલીઝ પર સ્ટે આપવા સુપ્રીમનો ઈનકાર, આપી આ પરવાનગી

Bijal Vyas

Last Updated: 09:34 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ધ કેરળ સ્ટોરી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ સમાજમાં નફરતને પ્રોત્સાહન આપશે.

  • આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયા બાદથી જ વિવાદ શરૂ થયો
  • આ ફિલ્મના 5 સીન પણ હટાવી દેવામાં આવ્યા છે
  • શશિ થરૂરે ટ્વીટ કર્યું હતું કે 'કેરળ સ્ટોરી' તમારી હોઈ શકે છે, અમારી નહીં

The Kerala Story:ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ મૂકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ હેટ સ્પીચને પ્રોત્સાહન આપે છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.

જમિયત ઉલેમા-એ-હિંદે આ ફિલ્મને થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મમાં પણ રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ માટે તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ દેશમાં સમાજના વિવિધ વર્ગો વચ્ચે નફરત ફેલાવી શકે છે. તેનાથી લોકો વચ્ચે દુશ્મનાવટ વધવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, કેરળ ફિલ્મનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ ફિલ્મને લઈને શરૂઆતથી જ વિવાદ ચાલી રહ્યો છે. ઘણા લોકો આ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયા બાદથી જ વિવાદ શરૂ થયો છે. આ ફિલ્મ સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થશે.

ફિલ્મને રિલીઝ પહેલા સેન્સર બોર્ડ દ્વારા A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ સાથે આ ફિલ્મના 5 સીન પણ હટાવી દેવામાં આવ્યા છે. ડિલીટ કરાયેલા સીનમાં કેરળના પૂર્વ મુખ્યમંત્રી સાથેની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે આગામી બે દાયકામાં કેરળ મુસ્લિમ રાજ્ય બની જશે. આ પછી આ સીન હટાવી દેવામાં આવ્યો છે.

કેરળ સરકાર અને વિપક્ષના નેતાઓએ રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સીપીએમ અને કોંગ્રેસ નથી ઈચ્છતા કે આ ફિલ્મ ત્યાં રિલીઝ થાય. તે જ સમયે, આ પહેલા શશિ થરૂરે ટ્વીટ કર્યું હતું કે 'કેરળ સ્ટોરી' તમારી હોઈ શકે છે, અમારી નહીં. આ સિવાય અન્ય એક ટ્વિટમાં કેરળ સ્ટેટ કમિટી મુસ્લિમ યુથ લીગ દ્વારા જાહેર કરાયેલ પોસ્ટરને ટ્વિટ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં દાવો સાબિત કરનાર વ્યક્તિને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાનો ઉલ્લેખ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ