બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / persistent and prolonged cough could be warning sign of tuberculosis tb symptoms

તમારા કામનું / એક અઠવાડિયાથી ખાંસી-ઉધરસ આવી હોય તો ચેતજો! આ ટેસ્ટ કરાવી લેવો જરૂરી, હોઈ શકે છે ગંભીર બિમારી

Manisha Jogi

Last Updated: 09:56 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ તમામ ઉપાય કર્યા પછી પણ ખાંસી બંધ ના થાય અને એક સપ્તાહ સુધી અથવા વધુ સમય સુધી ખાંસી આવે તો સતર્ક થઈ જવું જોઈએ.

  • એક સપ્તાહ અથવા વધુ સમય સુધી ખાંસી આવે તો સતર્ક થઈ જવું 
  • તાત્કાલિક ડોકટર પાસે તપાસ કરાવવી જોઈએ
  • ગંભીર બિમારીનું લક્ષણ હોઈ શકે છે

શિયાળો શરૂ થતા અનેક પ્રકારના ઈન્ફેક્શન થવા લાગે છે. જેના કારણે શરદી-ખાંસી, કફ જેવી સમસ્યા થાય છે. હળવી ખાંસી આવે તો તે ડરવા જેવી વાત નથી, તેનો તાત્કાલિક ઈલાજ શક્ય છે અથવા ઘરેલુ નુસ્ખા અપનાવી શકાય છે. આ તમામ ઉપાય કર્યા પછી પણ ખાંસી બંધ ના થાય અને એક સપ્તાહ સુધી અથવા વધુ સમય સુધી ખાંસી આવે તો સતર્ક થઈ જવું જોઈએ. તાત્કાલિક ડોકટર પાસે તપાસ કરાવવી જોઈએ, જે કોઈ ગંભીર બિમારીનું લક્ષણ હોઈ શકે છે. 

એક સપ્તાહ કરતા વધુ સમય સુધી ખાંસી આવે તો આ ટેસ્ટ કરાવો
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર એક સપ્તાહ કરતા વધુ સમય સુધી ખાંસી આવે તો નજરઅંદાજ ના કરવી જોઈએ. જે ટ્યૂબરક્લોસિસ અથવા ટીબીનું લક્ષણ હોઈ શકે છે. ટીબી હોવાની વહેલા જાણ થઈ જાય તો તેનાથી બચી શકાય છે. 

ટીબી એક ગંભીર બિમારી છે
અનેક વાર ટીબી હોવાને કારણે એક મહિના કરતા વધુ સમય સુધી ખાંસી આવી શકે છે. ટીબીનો ઈલાજ કરવામાં ના આવે તો તે મોતનું કારણ બની શકે છે. ટીબી થયો છે તે કેવી રીતે જાણી શકાય. 

ટીબીના લક્ષણો
ટ્યૂબરક્લોસિસ અથવા ટીબીને ક્ષય રોગ પણ કહેવામાં આવે છે, જે એક સંક્રામક રોગ છે. આ બિમારી કીટાણુઓને કારણે ફેલાય છે. 

  • 1થી3 સપ્તાહ કરતા વધુ સમય સુધી ખાંસી
  • સાંજે તાવ આવવો
  • છાતીમાં દુખા
  • વજન વધવું
  • ભૂખ ઓછી લાગવી
  • ગળફામાં લોહી પડવું

ટીબીથી કેવી રીતે બચી શકાય?

  • બાળકોને જન્મના એક મહિનામાં જ B.C.G.ની રસી મુકાવો.
  • ટીબીના દર્દી પાસે જાવ તો મોઢાને ઢાંકેલું રાખવું. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ