બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / People worried due to water logging in Smart City Ahmedabad

મેઘ મહેર / ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર: ખેડૂતોના જીવમાં જીવ આવ્યો, સ્માર્ટસીટી અમદાવાદમાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન

Vishal Khamar

Last Updated: 05:37 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દોઢ મહિના બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીંતી સેવી રહ્યા હતા. ત્યારે ગઈકાલે થયેલા વરસાદને લઈને ખેડૂતોના પાકોને નવું જીવન દાન મળ્યું છે.

  • આગામી 2 દિવસ અમદાવાદમાં વરસાદની આગાહી
  • સ્માર્ટસિટી અમદાવાદમાં થોડા વરસાદ બાદ વરસાદી પાણી ભરાયા
  • મણીનગરના જયહિંદ ચાર રસ્તા પાસે પાણી ભરાતાં સ્થાનિકોમાં રોષ

છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 54 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીનાં ખેરગામમાં 2.1 ઈંચ જ્યારે ધમરપુરમાં 1.5 ઈંચ વરસાદ, અંકલેશ્વરમાં 1.4 ઈંચ, વલસડમાં 1.3 ઈંચ, ઓલપાડમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત શહેર, બારડોલી, મહુવામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

અમદાવાદમાં 2 દિવસ સુધી વરસાદની આગાહી
આવનારા 2 દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં શુક્રવાર રાત્રે વરસાદ વરસ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેમજ શહેરનાં પાલડી, નારણપુરા, વાસણા અને ગોતામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. તો પૂર્વ વિસ્તારમાં જમાલપુર, નરોડા, નિકોલમાં પણ વરસાદ વરસ્યો હતો. તો પાલડી, આશ્રમ રોડ, નવાવાડજ, વાડજ અને સાબરમતીમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. તેમજ સરખેજ, નારોલ, એસ.જી. હાઈવે સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેમજ આવનારા 2 દિવસ સુધી અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

અનેક ફરિયાદો છતાં અધિકારીઓ ન સાંભળતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સ્માર્ટસિટી અમદાવાદમાં થોડા જ વરસાદમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં મણિનગરનાં જયહિંદ ચાર રસ્તા પાસે પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે સ્થાનિકોએ આ બાબતે અનેક વખત એએમસીમાં ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓ ન સાંભળતા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. તેમજ થોડા જ વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જાય છે. 

ખેડૂતોએ મગફળી, કપાસ, બાજરી, જુવાર, દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું

ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદ બાદ છેલ્લે દોઢ મહિનાથી વરસાદ ના આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટાયા હતા. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખેડાઈ કરીને મગફળી, કપાસ, બાજરી, જુવાર, દિવેલા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. જો કે વરસાદના આવતા આ તમામ પાકો છે તે મુરજાઈ રહ્યા હતા અને ખેડૂતો ભગવાન પાસે વરસાદ આવે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા. હવે વરસાદની વાપસી થતા ખેડૂતોમાં નવી આશા જીવંત થઇ છે.

વરસાદ ખેંચાતા ખેડૂતોને મોટું નુકશાન થવાની ભીંતી સેવાઈ રહી હતી
પાલનપુર પંથકમાં મોટાભાગના ખેડૂતોને સિંચાઈનાં પાણીની ગંભીર સમસ્યા છે. પાણીનાં તળ ઉંડા જતા બોર ફેલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતો  ચોમાસુ આધારીત ખેતી કરતા હોય છે. તારે આ વખતે ચોમાસા દરમિયાન ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ખેડૂતોને આશા હતી કે સારો વરસાદ આવશે અને પાકો તૈયાર થશે. પરંતુ દોઢ મહિનાથી વરસાદનાં વરસતા ખેડૂતોના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. પાણી ન મળવાના કારણે ખેડૂતોના પાકો તેમજ પશુપાલન માટે વાવેલું ઘાસચારો પણ સુકાઈ રહ્યો હતો. 

ખેડૂતો

વરસાદી માહોલ છવાતા પાકને નવું જીવન મળ્યું
ગઈકાલે જે વરસાદ આવ્યો અને તેને લઈને ખેડૂતોના પાકોને નવું જીવન મળ્યું છે જેનાથી ખેડૂતો અત્યારે ખુશ જોવા મળ્યા હતા ખેડૂતોનું કહેવું છે કે ઘણા દિવસો બાદ વરસાદ આવ્યો છે અને જેના કારણે અમારા પાકોને નવું જીવન મળ્યું છે હજુ પણ ભગવાન વધુ વરસાદ આપે તો આગામી સમયમાં પાકો તૈયાર થઈ શકે તેમ જ અન્ય પાકો પણ વાવી શકાય. ત્યારે હાલ તો ગઈકાલે થયેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોના જે પાક હતા તેમને નવું જીવતદાન મળ્યું છે અને આ વરસાદ પાકો માટે આશીર્વાદરૂપ બન્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ