બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / People will be able to take food and drink items in multiplex theater water park

નિર્ણય / મલ્ટીપ્લેક્સ-થિયેટરમાં જતા લોકોને મોટી રાહતઃ હવે સાથે ખાણી-પીણીની ચીજવસ્તુઓ લઇ જઇ શકાશે, જો કોઈ રોકે તો કરો આ કામ

Hiren

Last Updated: 06:19 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે મુવી જોવા જતા લોકો કે પછી વૉટરપાર્ક મુલાકાત કરતા લોકો માટે રાહતના સમાચાર છે કે પોતાનો સાથે જે સિનેમા ઘરમાં મળતી ચીજ વસ્તુઓ લેવામાં મુક્તિ મળી છે. જે અંગે ગ્રાહક સુરક્ષા દ્વારા નિણર્ય કરવામાં આવ્યો છે, ત્યારે જાણો કેવો નિર્ણય કર્યો છે, નિણર્ય સિનેમાઘરના માલિકોનું શુ કહેવું છે?

  • મનોરંજન સ્થળો પર લોકો પોતાની સાથે ખાણી-પીણીની ચીજવસ્તુઓ લઇ જઇ શકાશે 
  • થિયેટર, મલ્ટીપ્લેક્સ-થિયેટરમાં જતાં લોકોને મોટી રાહત 
  • અન્ય મનોરંજનના સ્થળે પણ ખાણી-પીણીની ચીજવસ્તુઓ લઇ જઇ શકાશે

અત્યારસુધી એવો નિયમ હતો કે, થિયેટર માલિકો કે મલ્ટીપ્લેક્ષમાં કે પછી વોટરપાર્ક જેવા સ્થળોએ સંચાલકો દ્વારા કોઈ પણ ચીજ વસ્તુઓ કે ખાણીપીણી માટેના પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેના કારણે કાયદાના અભાવે ગ્રાહકો છેતરતા હતા, પરંતુ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 અન્વયે કોઈ વ્યક્તિને થિયેટર કે મલ્ટીપ્લેક્ષ કે પછી વૉટરપાર્ક જેવા સ્થળોએ ખાણીપીણીના ચીજવસ્તુઓ લઈ જતા રોકી શકશે નહિ તેવો નિણર્ય કર્યો છે.

થિયેટર માલિકો કોઇપણ શરતો નહીં થોપી શકે

જો કે સિનેમાધર કે વૉટરપાર્કના સંચાલકો તેમના મલિતાઓને ખાણીપિણી લઈ શકે તેમનાં મળિયા કમાય તે ઉદ્દેશ્ય સાથે નિયમ લાદીને પરેશાન કરીને ખાણી-પીણી પર પ્રતિબંધ મુકતા હતા. જેના કારણે નાગરિકો મુવી કે વૉટરપાર્કમાં જાય ત્યારે ખાણીપીણી વસ્તુઓ ઉંચા ભાવે ખરીદતા હતા. આ નિયમ ગ્રાહક સુરક્ષા કાયદા વિરુદ્ધ હોવાને કારણે આ નિણર્ય કરવામાં આવ્યો છે. આ પ્રકારની ફરિયાદો ગ્રાહક સુરક્ષાને મળતા ગ્રહકનાં હિતમાં નિણર્ય કરવામાં આવ્યો છે.

ખાણીપીણી લઇને આવેલા તો સ્મેલ આવી જાય છે એટલે નથી લાવવા દેતાઃ થિયેટર માલિક

જો કે ગ્રાહક સુરક્ષાના નિણર્ય અગે સિનેમાઘરના માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઓપનએર થીયેટરમાં ખાણીપીણી અગે પ્રતિબંધ ન હોય શકે પરંતુ ઓન એર સિનેમાઘરમાં પાણીના માટે છૂટ છે, પરંતુ ખાણીપીણી લઇને આવેલા તો સ્મેલ આવી જાય અને અન્ય ગ્રાહકો નથી લાવવા દેતા, પરંતુ સુપ્રીમ કોર્ટના નિણર્ય આવકારદાયક છે.

ગ્રાહકો આ અંગેની ફરિયાદ જિલ્લા કલેક્ટર અથવા કેન્દ્રીય સત્તામંડળને કરી શકશે

જો કે નિણર્ય ગ્રાહક સુરક્ષા દ્વારા પ્રતિબંધ વાત કરે છે, જ્યારે સિનેમાઘરના માલિકો સુપ્રીમ કોર્ટના આદેશની વાત કરી રહ્યા છે. આ બન્ને વાત વચ્ચે ગ્રાહકો પીસાવાનો વારો આવે છે. જો કોઈ રોકે તો ગ્રાહકો આ અંગેની ફરિયાદ જિલ્લા કલેક્ટર અથવા કેન્દ્રીય સત્તામંડળને કરી શકશે. ત્યારે હવે ગ્રાહકો કેટલા જાગૃત બને છે અને કલેક્ટર ઓફિસમાં ફરિયાદ કરે છે કે કેમ તે હવે જોવું જ રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ