બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / વડોદરા / People rushed to Vadodara railway station in excess, not just Shah Rukh Khan's negligence: Gujarat High Court

રઈસ / વડોદરા રેલવે સ્ટેશન પર લોકો અતિરેકમાં દોડ્યા, માત્ર શાહરૂખ ખાનની બેદરકારી નહીંઃ ગુજરાત હાઈકોર્ટ

Mehul

Last Updated: 07:57 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ રઇસનાં પ્રમોશન દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પર થયેલી ધક્કા-મુક્કીમાં એક વ્યક્તિનાં મોત અંગે શાહરૂખ ખાનની અરજી પર સુનાવણી. કોર્ટનું તારણ ઘટના દુખદ,અભિનેતા બેદરકાર નહિ.

  • 'રઈસ' ફિલ્મ પ્રમોશન વખતની ઘટના 
  • વડોદરા સ્ટેશન પર એક વ્યક્તિનું મોત 
  • પાંચ વર્ષ પહેલાની ઘટનાની સુનાવણી 

પાંચે'ક વર્ષ પહેલા ફિલ્મ રઇસનાં પ્રમોશન દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પર થયેલી ધક્કા-મુક્કીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ મુદ્દે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન સામે થયેલી ફરિયાદ રદ્દ કરવા અભિનેતાએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી અનુસંધાને  ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી  હાથ ધરવામાં આવી હતી.ગુજરાત હાઇકોર્ટનું પ્રાથમિક અવલોકન કરતા 
વડોદરા રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાને  દુઃખદ ગણાવી હતી. એવું પણ અવલોકન કર્યું કે શાહરૂખ ખાનને જોવા લોકો અતિરેકમાં દોડ્યા હતા. લોકોએ અન્ય કોઇના જીવની ચિંતા કર્યા વિના દોટ મુકી હતી. આ કેસમાં માત્ર શાહરૂખની બેદરકારી ગણી શકાય નહીં.

4થી  માર્ચે વધુ સુનાવણી 

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના વકીલે રજૂઆત કરતા કહ્યું કે, શાહરુખ ખાન માફી માંગવા તૈયાર છે. મૃતકના પરિજનને વળતર ચુકવવા પણ તૈયાર છે. ફરિયાદી અને સરકારનો કોર્ટે  ખુલાસો માંગ્યો છે. મૃતકના પરિવારે શાહરુખ ખાનને જવાબદાર ગણી  FIR કરી હતી. આ અંગેની વધુ સુનાવણી 4 માર્ચના રોજ હાથ ધરાશે. 

2017નો એ ઘટનાક્રમ 

વડોદરા સ્ટેશને 23 જાન્યુ. 2017ના રોજ રાત્રે 10 વાગ્યે ફિલ્મ અભિનેતા  શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. ટ્રેનના કોચ નંબર A-4માં, કે જ્યાં તેનું બુકિંગ ન હતું,  છતાં ત્યાંથી  પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ હતો. ફિલ્મ અભિનેતાએ થોડો સમય વડોદરામાં  રોકાણ કર્યું હતું. અભિનેતાના  શાહરૂખ ખાનના આગમનથી રેલવે સ્ટેશનના  પ્લેટફોર્મ નંબર 6 પર પ્રસંશકોની ભારે  ભીડ એકઠી થઈ હતી. આ વખતે અભિનેતા શાહરૂખે ઉમટેલી ભીડ તરફ પોતાનું  ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, આ બાદ તુરંત જ  અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ