બ્રેકિંગ ન્યુઝ
VTV / Pension complaints will now be settled at home, you will get great relief, know how
Last Updated: 03:12 PM, 9 February 2023
ADVERTISEMENT
Pension Complaint: જો તમે નોકરીયાત છો અને પેન્શન સાથે જોડાયેલી સમસ્યાઓને લઈ ફરિયાદ છે તો હવે તમે ઘરે બેઠા આ સમસ્યાનું સમાધાન કરી શકશો. જેનાથી તમને રાહત મળશે. કારણ કે પેન્શનર્સની ફરિયાદોને લઈ તાત્કાલિક સમાધાન માટે પેન્શન કોર્ટ બનાવવામાં આવી છે. પેન્શન કોર્ટમાં હવે ઘરે બેઠા સમસ્યાઓનું સમાધાન કરી શકાશે.
એક રિપોર્ટ મુજબ, દેશમાં કર્મચારી પેન્શન યોજના-1995 એટલે કે ઈપીએસ-95 હેઠળ આવતા પેન્શનરોની સંખ્યા આશરે 75 લાખ છે. આ સાથે 6 કરોડથી વધુ શેરધારકો પણ સામેલ છે. આ યોજના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઢન (EPFO) દ્વારા ચલાવવામાં આવે છે. આ હેઠળ પેન્શનરોને નક્કી કરવામાં આવતું પેન્શન મળે છે. આ સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ મળે છે. પરંતુ ઘણી વખત પેન્શનરોને પણ પેન્શન સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ માટે પેન્શનધારકોને ઓફિસના ચક્કર લગાવવા પડતા હોય છે.
ADVERTISEMENT
શું છે પેન્શન અદાલત ?
પેન્શનરોની ફરિયાદના ઝડપથી નિરાકરણ માટે પેન્શન અદાલત બનાવવામાં આવી છે. તેના માધ્યમ દ્વારા વરિષ્ઠ નાગરિકોની પેન્શન સંબંધિત ફરિયાદોનું સમાધાન કરવામાં આવે છે. આ સાથે જ સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરીને ઝડપી અને યોગ્ય નિકાલ કરવામાં આવે છે.
આ રીતે નોંધાવો ઓનલાઈન ફરિયાદ
પેન્શન કોર્ટ પહેલાં પેન્શનરોએ તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈ-મેલ પર એક લિંક મોકલવામાં આવશે.
પેન્શનરો લિંક પર ક્લિક કરશે, જેમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ફરિયાદો સાંભળવામાં આવશે.
પેન્શનરોએ તેમનો 12 અંકનો પીપીઓ નંબર, એકાઉન્ટ નંબર, સરનામું અને મોબાઈલ નંબર આપવાનો રહેશે.
નિર્ધારિત ફોર્મમાં ઈ-મેલ આઈડી ભરીને તેને પહેલા મોકલવાનું રહેશે.
જો ફરિયાદ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે તો અરજી પર પેન્શન કોર્ટ લખવું જરૂરી છે.
ઈપીએસ-95 માટે કોણ પાત્ર છે ?
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો ઈપીએફઓ સબસ્ક્રાઈબર હોવું જરૂરી છે. દર મહિને કોઈપણ ઈપીઓફઓ સબસ્ક્રાઇબર એટલે કે સદસ્યના પગારમાંથી EPF ખાતામાં એક નક્કી રેલી રકમ જમા કરવામાં આવે છે. તેમાંથી 8.33 ટકા રકમ પેન્શનમાં જાય છે.
EPS 95 પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવવા માટે, કર્મચારીએ ઓછામાં ઓછી 10 વર્ષની સેવા પૂર્ણ કરવી પડશે. આ યોજના હેઠળ નિવૃત્તિ વય 58 વર્ષ છે. EPF સભ્ય પણ 50 વર્ષની ઉંમર પહેલા ઓછા દરે પોતાનુ EPS ઉપાડી શકે છે.
EPS-95 સાથે જોડાયેલી ખાસ વાતો
58 વર્ષની વયે સેવાનિવૃતિ પર પેન્શન
બેરોજગારી મામલામાં 50 વર્ષની ઉંમર પહેલા સમયપૂર્વ સદસ્ય પેન્શન
નોકરી દરમિયાન સદસ્યના અક્ષમતા મામલે વિકલાંગ પેન્શન
સદસ્યના મૃત્યુ પર વિધવા પેન્શન
સદસ્યના મૃત્યુ પર 25 વર્ષની ઉંમર સુધી એક વખતમાં 2 બાળકો માટે પેન્શન
સદસ્ય અને પેન્શનર્સના મૃત્યુ અને પતિ પત્નીના મૃત્યુ પર 25 વર્ષ ઉંમર સુધી એક સમયમાં 2 અનાથ બાળકોને અનાથ પેન્શન
વિકલાંગ બાળકો અનાથ બાળકોના પૂરા જીવન દરમિયાન અનાથ પેન્શન
સદસ્યના મૃત્યુ પર નામાંકિત પેન્શન અને કર્મચારી પેન્શન યોજના 1995 મુજબ પરિવાર ન હોવાની સ્થિતિમાં સદસ્ય દ્વારા નામાકિંત વ્યક્તિને ચૂકવણી કરવામાં આવે છે.
સદસ્યના મૃત્યુ પર આશ્રિત પિતા અથવા માતાને પેન્શન, સદસ્યનો કોઈ પરીવાર અથવા નામાંકિત વ્યક્તિ હોય એ શરત પર.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.