બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / peddler was caught retailing MD drugs outside a temple in Ahmedabad

કાર્યવાહી / અમદાવાદમાં મંદિર બહાર MD ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો પેડલર ઝડપાયો, પૂછપરછમાં થયો મોટો ખુલાસો

Kishor

Last Updated: 05:41 PM, 17 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં લોકોને છૂટક ડ્રગ્સ વેચવા આવેલ આરોપીને પોલીસે દબોચી લઇ તપાસ હાથ ધરી છે.

  • અમદાવાદમાંથી 5 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું
  • મંદિર બહાર એમડી ડ્રગ્સ વેંચતો આરોપી ઝબ્બે
  •  51 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કરતી પોલીસ 

વધુ એક વાર અમદાવાદમાંથી 5 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાતા ચકચાર જાગી છે.  પોલીસે આરોપીને મંદિર બહાર એમડી ડ્રગ્સ વેંચતા દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે. જેની પૂછપરછમાં આરોપી અલગ અલગ વિસ્તારમાં લોકોને છૂટક ડ્રગ્સ આપવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

આરોપી ઊંચી કિંમતે ડ્રગ્સ વેચી તગડી કમાણી રોળતો
ડ્રગ્સકાંડમાં સંડોવાયેલ આરોપી મોહમદ આરીફ ઉર્ફે કાળિયો મૂળ ગોમતીપુરનો રહેવાસી છે.  જે આરોપીને એસઓજી પોલીસે અમરાઈ વાડી વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જેની તપાસમાં આરોપી પાસેથી પોલીસને 5.12 લાખનું 51 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આરોપી પૂર્વ વિસ્તારમાં છૂટક પ્રમાણમાં આ ડ્રગ્સ આપતો હતો.જે ભાવે તે ડ્રગ્સ ખરીદતો તેનાથી ઊંચી કિંમતે ડ્રગ્સ વેચતો અને તગડી કમાણી રોળતો હતો. ત્યારબાદ નફાના રૂપિયામાંથી ડ્રગ્સ ખરીદતો હોવાનું પણ સામે આવ્યું છે.  એટલું જ નહિ આરોપી 5 વર્ષથી ડ્રગ્સના નાશાના રવાડે પણ ચડી ગયો હોવાનું ખૂલ્યું હતું.

અગાઉ આરોપી આંગડિયા લૂંટ સહીત અનેક પોલીસ ચોપડે ચડયો છે 
વધુમાં પૂછપરછ દરમિયાન આરોપીને ગોમતીપુરના અખ્તર ખાન નવાઝખાન પઠાણ નામના વ્યક્તિએ ડ્રગ્સનો જથ્થો આપ્યો  હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જે હાલ ફરાર છે. તેણે અગાઉ કેટલા લોકોને કેટલા પ્રમાણમાં આ ડ્રગ્સ જથ્થો આપ્યો છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ આરોપી વર્ષ 2004 થી આંગડિયા લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહીબિશનના અસંખ્ય ગુનામાં પણ પોલીસ ચોપડે ચડયો હોવાનું  ખૂલ્યું છે. ઉપરાંત સુત્રોનું માનીએ તો હાલના ડ્રગ્સ કેરિયરોનું આ મોટું ષડયંત્ર પણ સામે આવી રહ્યું છે. આરોપીઓ વિધર્મી લોકોને ડ્રગ્સના રવાડે ચડાવવાનું પણ કામ કરી રહ્યા છે. જેથી તપાસ બાદ વધુ ખુલાસા થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ