NCP નેતા રેશમા પટેલે ફરી એક વખત સરકાર પર પ્રહાર કર્યા છે. રેશમા પટેલે વીડિયો જાહેર કરીને પ્રહાર કર્યા છે કે, પાટીદાર અનામત આંદોલનનાં કેસમાં ષડયંત્ર થઈ રહ્યું છે. આંદોલનકારીઓ ઉપર કાનૂની દાવપેચ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા રાજકીય ષડયંત્રો બંધ કરવા જોઈએ. સાથે જ તેમણે જણાવ્યુ કે, કેટલાક દિવસથી હાર્દિક પટેલ કયા છે, તેની કોઈને ખબર જ નથી. સરકાર દ્વારા આંદોલન કરતા લોકોની એકતા તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોકે સરકાર અમારી એકતા તોડવામાં સફળ નહી થાય.
NCP નેતા રેશમા પટેલ સરકાર પર કર્યા આક્ષેપ
"પાટીદાર અનામત આંદોલનનાં કેસમાં ષડયંત્ર થાય છે"
"આંદોલનકારીઓ ઉપર કાનૂની દાવપેચ કરાઈ રહ્યા છે"
શું કહે છે રેશમા?
સરકારને હું ખુબજ સભાનતા અને ઉગ્રતાથી કહેવા માંગુ છું કે 2015 માં કરવામાં આવેલ પાટીદાર અનામત આંદોલનનાં કેસમાં આંદોલનકારીઓ ઉપર કાનૂની દાવપેચ કરી જે રાજકીય ષડયંત્રો આદર્યા છે એ બંધ કરો.
હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ છે
હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ છે અને કોઇને પણ કશુંજ ખબર નથી કે ક્યા છે તેમજ અનેક આંદોલનકારીઓ ને કોર્ટની તારીખો ભરવી પડે છે આ બધું બીજેપી સરકાર દ્વારા આદરેલ રાજકીય કાવાદાવા છે.
હાર્દિક પટેલ અને બીજા આંદોલન કારીઓને હેરાન કરવાનું બંધ કરો
સરકારને એમ હોય કે અમારી એકતા તોડવામાં સફળ થયા અને હવે તમે આંદોલનકારીઓ ને હેરાન કરશો અને અમે ચુપ બેસીશું એમ ? તો કાન ખોલીને સાંભળી લો તમારા આવા તાયફાઓ અને રાજકીય ષડયંત્રો સામે ગુજરાતના દરેક આંદોલનકારી લડવા સક્ષમ છે અને સમાજ, રાષ્ટ્ર ના પક્ષમાં એક થઈ સરકારને પડકાર ફેંકી ધ્રુજાવતા આજ પણ આવડે છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓ ને હેરાન કરવાનું બંધ કરો બાકી માઠા પરીણામ ભોગવવા પડશે.