બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Passed 10th by stealing, I am PHD in copying, Minister turned out to be true, opened his poll

વખાણ / ચોરી કરીને 10મું પાસ કર્યું, નકલ કરવામાં તો હું PHD', મંત્રી તો ખરા નીકળ્યાં, પોતાની ખોલી પોલ

Vishal Khamar

Last Updated: 05:58 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના બેલ્લારી જીલ્લામાં આદિવાસ કલ્યાણ મંત્રી શ્રીરામુતુને વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે નકલની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે તે પરીક્ષા દરમ્યાન ચોરી કરવામાં ચેમ્પિયન રહ્યા છે.

  • કર્ણાટકના મંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતી વખતે નકલની પ્રશંસા કરી
  • પરીક્ષા દરમ્યાન ચોરી કરવામાં તેઓ ચેમ્પિયન હતાઃમંત્રી
  • દરરોજ ટ્યુશનમાં તેઓનુ અપમાન કરવામાં આવતું હતુંઃમંત્રી

 કર્ણાટકનાં એક મંત્રીએ વાતો વાતોમા વિદ્યાર્થીઓની સામે પોતાની પોલ ખોલી દીધી હતી. એટલું જ નહી તેઓએ વિદ્યાર્થીઓને નકલ કેવી રીતે કરવી તે પણ કહ્યું હતું. મંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું કે કેવી રીતે તેમણે ચોરી કરવામાં નિપૂર્ણતા મેળવી છે અને કેવી રીતે તેઓ ધો.10 ની પરીક્ષા પાસમાં પાસ થયા.

તેઓ ધો. 10 માં તેઓ પાસ થઈ ગયા તે જાણીને આશ્ચર્ય ચકિત થઈ ગયા

આ ઘટના કર્ણાટક રાજ્યનાં બેલ્લારી જીલ્લાની છે. પ્રદેશનાં આદિવાી કલ્યાણ મંત્રી શ્રીરામુલુ બેલ્લારીએ છાત્રોનાં એક સમુહને સંબોધિત કરી રહ્યા હતા. એમણે કહ્યું કે તેઓ પરીક્ષા દરમ્યાન કોપી કરવામાં ખૂબ જ હોશિયાર હતા. એમનાં ટીચર તેઓ ધો. 10 માં તેઓ પાસ થઈ ગયા તે જાણીને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. જે બાદમાં શ્રીરામુલેએ શિક્ષકને કહ્યું કે તેઓએ નકલ કરીને પરીક્ષા પાસ કરવામાં તેઓએ પીએચડી કરેલી છે.

પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી પણ વિવાદોમા આવ્યા હતા

તમને જણાવી દઈએ કે હાલમાં જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી પણ વિવાદોમા આવ્યા હતા. તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કોંગ્રેસના નેતા અને પૂર્વ વિધાનસભા સ્પીકરને અપશબ્દો બોલી રહ્યા હતા. કોંગ્રેસે આ વીડિયોને ટ્વિટર પર અપલોડ પણ કર્યો હતો. હાલમાં જ વિવાદ વધવાને કારણે કુમારસ્વામીએ માફી પણ માંગી હતી.

કુમારસ્વામી જે કોંગ્રેસી નેતા સાથે દુવ્યવહાર કરતા જોવા મળ્યા

વિડિયોમાં કુમારસ્વામી જે કોંગ્રેસી નેતા સાથે દુવ્યવહાર કરતા જોવા મળ્યા. તેમનું નામ કેઆર રમેશ કુમાર છે. તેઓ રાજ્યમાં વિધાનસભાના 16 માં અધ્યક્ષ રહ્યા છે. કુમાર સ્વામીને વીડિયો કર્ણાટક કોંગ્રેસે તેના એકાઉન્ટ દ્વારા શેર કર્યો છે. પાર્ટીએ લખ્યું, કુમારસ્વામીને શ્રીનિવાસપુર વિધાનસભા ક્ષેત્રમાં કારમાં સવારી કરતા જોઈ શકાય છે. આ દરમિયાન તે પૂર્વ સ્પીકર કેઆર રમેશ સાથે દુવ્યવહાર કરી રહ્યા છે.  બાદમાં કોંગ્રેસે કુમારસ્વામીનો વીડિયો ટ્વિટ કરીને કહ્યું કે નફરતે રાજકારણનો આધાર ન હોવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ