બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / Pasoori song singer did gay marriage See what he said on the rumors about marriage with boyfriend

ગપશપ / Pasoori ગીતના સિંગરે કર્યા ગે મેરેજ? બોયફ્રેન્ડ સંગ લગ્નને લઈને ચાલી રહેલ અફવાઓ પર જુઓ શું કહ્યું

Megha

Last Updated: 12:45 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistani Singer Ali Sethi: 'પસૂરી' ગીતના સિંગર અલી સેઠીએ ન્યૂયોર્કમાં સલમાન તૂર સાથે ગે મેરેજ કર્યા હતા આ અફવાઓ પર સિંગરે સોશિયલ મીડિયા પર પૂર્ણવિરામ મૂકતાં એક પોસ્ટ શેર કરી છે.

  • 'પસૂરી' ગીતથી લોકપ્રિયતા મેળવનાર સિંગર અલી સેઠી હાલ ચર્ચામાં છે
  • સિંગરે સોશિયલ મીડિયા પર આ અફવાઓ પર મૌન તોડ્યું છે
  • અલી સેઠી એ કહ્યું કે 'મને ખબર નથી કે આ અફવા કોણે શરૂ કરી પણ.. '

Ali Sethi Reaction On Gay Marriage With Boyfriend" 'પસૂરી' ગીતથી પાકિસ્તાનની સાથે-સાથે ભારતમાં પણ લોકપ્રિયતા મેળવનાર ફેમસ સિંગર અલી સેઠી હાલમાં ચર્ચામાં છે. એવા અહેવાલો હતા કે તેને ન્યૂયોર્કમાં કલાકાર સલમાન તૂર સાથે ગુપ્ત રીતે લગ્ન (ગે મેરેજ) કર્યા હતા અને ત્યારબાદ દરેક જગ્યાએ અને ખાસ કરીને પાકિસ્તાનમાં આ વિશે જોરશોરથી ચર્ચા ચાલી રહી હતી. જો કે, હવે સિંગરે સોશિયલ મીડિયા પર આ અફવાઓ પર મૌન તોડ્યું છે.

મને ખબર નથી કે આ અફવા કોણે શરૂ કરી પણ.. 
પાકિસ્તાની ગાયક અલી સેઠીના લગ્નને લઈને અનેક અહેવાલો સામે આવ્યા હતા. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અલી સેઠીએ હાલમાં જ ન્યૂયોર્કમાં સલમાન તૂર સાથે લગ્ન કર્યા છે. પરંતુ અલી સેઠીએ હવે આ અફવાઓનું સત્ય સ્પષ્ટપણે બહાર લાવી દીધું છે. વાત એમ છે કે 'પસૂરી' ગીતના સિંગર અલી સેઠીએ ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, 'મેં હજી લગ્ન નથી કર્યા. મને ખબર નથી કે આ અફવા કોણે શરૂ કરી પણ કદાચ તે મારી નવી રિલીઝની માર્કેટિંગ કરવામાં મદદ કરશે.' આ સાથે અલી સેઠીએ પોતાના નવા ગીતની લિંક પણ પોસ્ટમાં મૂકી છે.

અલી સેઠીએ ખુલ્લેઆમ કરી જાહેરાત!
અલી અઝીઝ સેઠી એક ગાયક તેમજ ગીતકાર, સંગીતકાર અને લેખક છે. તેમના ગીતો તેમના દેશમાં તેમજ ભારતમાં ખૂબ પ્રખ્યાત છે. વિકિપીડિયા અનુસાર, અલી સેઠી Queer છે અને થોડા પાકિસ્તાની કલાકારોમાંના એક છે જેઓ ખુલ્લેઆમ આવી ઓળખ આપે છે. તે માને છે કે તેના દેશમાં હોમોફોબિયા વધી રહ્યો છે અને સ્પષ્ટરૂપે ગે હોવું તેને જવાબદારી અનુભવે છે.

કોણ છે સલમાન તૂર?
સલમાન તૂર વિશે વાત કરીએ તો, તે પાકિસ્તાનમાં જન્મેલા અમેરિકન પેન્ટર છે. તે ન્યુયોર્કમાં રહે છે અને ત્યાં પણ કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલી અને સલમાન ગાઢ મિત્રો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ